khissu

આજના મુખ્ય સમાચાર: ધોરણ 10નાં વિદ્યાર્થીઓ માટે, કોરોના અપડેટ, રસીકરણ અંગે મહત્વનો નિર્ણય વગેરે...

તમારા કામનું :- કેન્દ્ર સરકારે IDBI BANK તથા કેનરા બેન્કનું ખાનગીકરણ નો નિર્ણય લીધો હોવાનું મીડિયા રીપોર્ટસ માં જાણવા મળ્યું હતું. સરકારે સત્તાવાર રીતે બે બેંકોના નામ જાહેર નથી કર્યા પરંતુ સૂત્રો અનુસાર આ બેંકો IDBI BANK તથા કેનરા બેંક છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળા નીતી આયોગે ગુરુવારે કોર ગ્રૂપ સેક્રેટરી ઓફ ડીઇન્વે સ્ટેટમેન્ટને ચાલુ નાણાકીય વર્ષમાં ખાનગીકરણ કરવામાં આવેલ જાહેર ક્ષેત્રની બેન્કોની યાદી સોંપી હતી.

⁠⁠⁠⁠બજાર હલચલ :- સોનું ફરી એકવાર સસ્તું થયું છે. ત્યારે ચાંદીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે સોનાનો ઓગસ્ટ વાયદો 160 ની મજબૂતી સાથે 10 ગ્રામ દીઠ 49,601 રૂપિયે બંધ થયો હતો. સોનામાં ગઇકાલે 200 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. ત્યારે 10 ગ્રામ ચાંદીનો ભાવ 49,400 રૂપિયાના સ્તર પર આવી ગયું છે. સોનું સસ્તું થતાં ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયદો 500 ની ઉપર કારોબાર થઈ રહ્યોં છે. બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

⁠⁠⁠⁠⁠⁠શિક્ષણ ન્યુઝ :- શિક્ષક બનવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે TET માટેની માન્યતાની ઉંમર સાત વર્ષને બદલે આજીવન કરી દીધી છે. શિક્ષણ મંત્રાલયે આ આદેશ જારી કર્યો હતો. આ ઓર્ડર 2011 થી પરીક્ષામાં પાસ થયેલા તમામ ઉમેદવારોને લાગુ પડશે. 11 ફેબ્રુઆરી, 2011 નાં રાષ્ટ્રીય શિક્ષક પરિષદ TET નુ સંચાલન કરશે અને TET લાયકાત પ્રમાણપત્રની માન્યતાનો સમયગાળો પરીક્ષા પાસ થવાની તારીખથી સાત વર્ષનો રહેશે.

ધોરણ 10નાં વિદ્યાર્થીઓ માટે :- રાજ્યના ધોરણ 10નાં વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ધોરણ 10નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે માર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ જાહેર કરી છે. જે અંતર્ગત ધોરણ 10માં નુ પરિણામ જૂન મહિનાના અંતમાં જાહેર થશે. રાજ્ય સરકારે બનાવેલી 11 સભ્યોની કમિટી દ્વારા ધોરણ 10નાં વિદ્યાર્થીઓનું બે ભાગમાં મૂલ્યાંકન કરવામાં આવશે. જે મુજબ માર્કશીટ બનાવતી વખતે ધોરણ 9 અને 10ની સામાયિક કસોટીનાં આધારે ગુણ ધ્યાનમાં લેવાશે.

રસીકરણ :- ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે રસીકરણનો કાર્યક્રમ શરૂ થશે. રાજ્યના તમામ જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ નુ કામ શરૂ થશે. કોર કમિટીની બેઠકમાં યુવાનોના વેક્સિનેશન અંગે મહત્વનો નિર્ણય કરાયો હતો. રાજ્યમાં પૂરજોશથી રસીકરણની કામગીરી શરૂ થશે. 18 થી 45 વર્ષના લોકોને તમામ જિલ્લાઓમાં રસી મળશે. પહેલા 10 શહેરોમાં લોકોને વેક્સિન મળતી હતી. અત્યાર સુધીમાં 18 લાખ યુવાનોને રસી અપાઈ ચૂકી છે. રજીસ્ટ્રેશન નાં આધારે 2 લાખ યુવાનોને વેક્સિન આપવામાં આવશે. 45 વર્ષથી વધુ વયના 75,000 લોકોને વેક્સિન મળશે. અંદાજે 3 લાખ લોકોનું ગુજરાતમાં દરરોજ વેક્સિનેશન થવાની વાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી.

સ્પોર્ટસ ન્યુઝ :- ગુરુવારે સવારે વહેલા ખેલાડીઓની વિદાય બાદ, બંને મહિલા અને પુરુષ ભારતીય ક્રિકેટ ટીમ, ઇંગ્લેન્ડ નાં લાંબા પ્રવાસ માટે ગુરુવારે બપોરે લંડન પહોંચી હતી. આ સમાચાર ભારતીય બેટ્સમેન કે. એલ. રાહુલ દ્વારા ફોટો શેર કરીને આપ્યા હતા. ભારતીય ટીમ સૌપ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયનશિપની ફાઈનલ ન્યુઝીલેન્ડ સામે રમશે ત્યાર બાદ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ, ટી-20 અને વન ડે સીરીઝ રમશે.

મુકેશ અંબાણીની દરિયાદિલી :- કોવિડ-19નાં સંકટ કાળમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેના કર્મચારીઓ ની સાથે છે અને ઉમદા પહેલ શરૂ કરી છે. કંપનીએ કોરોના સંક્રમણ ને કારણે જીવ ગુમાવનાર તેના કોઈપણ કર્મચારી નાં પરિવાર ને આગામી પાંચ વર્ષ સુધી માસિક ધોરણે પગાર આપવાની ઘોષણા કરી છે. કંપની દ્વારા પીડિત પરિવાર ને રૂ. 10 લાખ સુધીની આર્થિક મદદ પણ કરશે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ કર્મચારીઓ માટે એક સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરી હતી.

કૃષિ સમાચાર :- ડુંગળીની બજારમાં સરેરાશ ભાવ મજબૂત રહ્યાં હતાં. ભાવ સતત ત્રણ-ચાર દિવસ વધ્યાં બાદ આજે વધતા અટક્યાં હતાં, પંરતુ આગામી દિવસોમાં ભાવ હજી ફરી સુધરે તેવી ધારણાં છે. નાફેડ દ્વાર નાશીકમાંથી ગઇકાલે ડુંગળીની ખરીદીનાં ભાવ રૂ.20.37 પ્રતિ કિલો જાહેર કરવમાં આવ્યાં હતાં. જે મુજબ રુ.407 પ્રતિ મણનાં ભાવથી ડુંગળીની ખરીદી કરે છે, પરિણામે તેની તુલનાએ ગુજરાતમાં ભાવ હજી નીચા છે. આવી સ્થિતિમાં નાફેડે ગુજરાતમાંથી પણ ઊંચા ભાવથી ડુંગળીની ખરીદી કરવી જોઈએ.

વેધર અપડેટ :- દેશમાં બે દિવસના વિલંબ બાદ નૈઋત્ય નાં ચોમાસાએ કેરળમાં એન્ટ્રી કરી છે. તથા કેરળ, કર્ણાટક નાં કાંઠાના વિસ્તારોમાં ભારે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. ચાલુ વર્ષે ચોમાસુ ભરપૂર રહેવાની ભારતીય હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ચોમાસાનાં આગમન સાથે જ દેશભરમાં રાહતની એક લાગણી ફેલાઈ હતી. ભારતીય હવામાન વિભાગની જાહેરાત મુજબ નૈઋત્યનુ ચોમાસુ દક્ષિણ કેરળ, દક્ષિણ નાં અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ અને તમિલનાડુ નાં દક્ષિણ કિનારા ભણી આગળ વધ્યું છે. 

કોરોના અપડેટ :- ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,890 લોકોના મોત કોરોના ને કારણે થયા છે. ગઈકાલ કરતા આજે કોરોના નાં કેસોમાં ઘટાડો થયો હતો. ઉલ્લેખનિય છે કે નવા કેસોની સામે આજે ગુજરાતમાં 3,018 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,78,976 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. રાજ્યમાં હાલ 429 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસોનો આંકડો 24,404 પર પહોંચ્યો છે. આમ, દિવસેને દિવસે એક્ટિવ કેસના અંકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. એનાથી વધુ સારા સમાચાર એ છે કે અત્યાર સુધીમાં 1,76,39,673 લોકોનું રસીકરણ થઈ ગયું છે. તો ગઈ કાલે 1,75,359 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.