આજના સમાચાર : કાલથી સમગ્ર ગુજરાતમાં શાળા-કોલેજ સંપૂર્ણ બંધ, લોકડાઉનના પૂરા એંધાણ

૧૦ એપ્રિલ પછી પણ નહીં ખુલે શાળાઓ : રાજ્યમાં કોરોના કેસોને હાહાકાર મચાવી દીધો છે ત્યારે સરકારે આઠ મહાનગરોની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દીધું હતું. જોકે ૧૦ એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાના આદેશ આપ્યા હતા પરંતુ વધતા જતા કેસોને ધ્યાને લેતાં ૧૦ એપ્રિલ પછી પણ શાળાઓ ખુલવાની શક્યતાઓ નથી.

સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧ થી ૯ની શાળાઓ ૫ એપ્રિલથી બંધ કરાશે : ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી રોજના બે હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જેને ધ્યાને લેતાં સરકારે પાંચ એપ્રિલથી અનિશ્ચિત મુદ્દત માટે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં કોરોનાએ મચાવ્યો આતંક : છેલ્લાં ૨૪ કલાકમાં ગુજરાતમાં ૨૮૫૦ કોરોનાનાં કેસો નોંધાયા છે. સાથે જ કુલ કેસનો આંકડો ૩,૧૫,૫૬૩ પહોંચી ગયો છે. તો ગઈ કાલે ૧૩ દર્દીઓના મોત નિપજ્યા છે. હાલ ગુજરાતમાં કુલ ૧૪,૨૯૮ કેસ એક્ટિવ છે. જેમાં ૧૬૧ લોકો ગંભીર હાલતમાં છે અને ૪૫૫૨ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા.

મહારાષ્ટ્રમાં લોકડાઉનના એંધાણ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિ નહીં સુધરે તો લોકડાઉન થશે જ જેથી મુંબઈમાં લોકો ગભરાઈ ગયા છે અને પોતાના વતન જવા માટે દોડી રહ્યા છે.

નોંધ : આખી માહિતી જાણવા ઉપરનો વીડિયો જુઓ.