નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ 'Rupay કાર્ડ' માટે ટોકન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. એનસીપીઆઈએ કહ્યું કે દુકાનદારોને કાર્ડની વિગતો સ્ટોર કરવા માટે ટોકનિઝેશન સિસ્ટમ (એનટીએસ) એક ઓપ્શનના રૂપમાં હશે. ટોકન સિસ્ટમ થી ગ્રાહકોના કાર્ડની સુરક્ષા વધશે અને ખરીદીનો સરળ અનુભવ આપશે.
NPCI એ કહ્યું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ની માર્ગદર્શિકા મુજબ, ગ્રાહકોની માહિતી સુરક્ષિત વ્યવહારોમાં મદદ માટે 'ટોકન'ના રૂપમાં રાખવામાં આવશે. આ ટોકન્સ ગ્રાહકોની માહિતી જાહેર કર્યા વિના ચૂકવણી કરવાની મંજૂરી આપશે.
NPCI ના અધિકારી કુણાલ કલાવતિયાએ જણાવ્યું હતું કે, “RBI દ્વારા કાર્ડ ટોકન પર જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા દેશમાં ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમની સુરક્ષા વધારવા માટે છે. અમને વિશ્વાસ છે કે RuPay કાર્ડ ટોકન્સ માટે NPCI ટોકન સિસ્ટમ સુરક્ષિત વ્યવહારો માટે લાખો RuPay કાર્ડધારકોમાં વિશ્વાસ ઊભો કરશે."