આજના 6 મોટાં સમાચાર: સલૂન ગાઈડલાઈન, કમ્પોઝિટ સિલિન્ડર, રસીકરણ, ડ્રાઇવિંગ લાયસન્સ, કોરોના વગેરે

આજના 6 મોટાં સમાચાર: સલૂન ગાઈડલાઈન, કમ્પોઝિટ સિલિન્ડર, રસીકરણ, ડ્રાઇવિંગ લાયસન્સ, કોરોના વગેરે

સલૂન અને બ્યુટી પાર્લર માટે ગાઈડલાઈન: ગુજરાત અને મહાનગરોમાં તકેદારીના ભાગરૂપે ગુજરાત પોલીસે હેર સલૂન અને બ્યુટી પાર્લર માટે કોવિડ ગાઈડલાઇન જાહેર કરી છે. જે મુજબ,
- કામકાજના સમય બાબતે સરકારી સૂચનાઓનું પાલન કરવું
- કર્મચારીઓએ રસીના બન્ને ડોઝ મુકાવી લેવા
- ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને જ પ્રવેશ આપવો
- કર્મચારીઓએ માસ્ક અને હાથમોજા પહેરી રાખવા
ગ્રાહકો માટે સેનેટાઇઝરની વ્યવસ્થા ગોઠવવી

કમ્પોઝિટ ગેસ સિલિન્ડર: નવા વર્ષની શરૂઆતમાં ઇન્ડિયન ઓઇલ કંપનીએ LPG કમ્પોઝિટ ગેસ સિલિન્ડર લોન્ચ કર્યો છે. આ કમ્પોઝિટ સિલિન્ડરમાં 10 કિલોગ્રામ ગેસ ભરેલો હશે. જેની કિંમત 634 રૂપિયા રાખવામાં આવી છે. આ ગેસ સિલિન્ડરની ખાસ વાત એ છેકે, તેમાં કેટલો ગેસ બચ્યો છે તે પણ જોઈ શકાશે.

આજથી બાળકોનું રસીકરણ શરૂ: દેશમાં આજથી 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદમાં AMC દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓએ વેક્સિનેશન માટે નાસ્તો કરીને અથવા જમીને આવવાનું રહેશે. ઉપરાંત આઈડી પ્રૂફ સાથે આધાર કાર્ડ પણ સાથે લાવવાનું રહેશે.

ગુજરાતમાં કોરોના કેસ: ગુજરાતમાં રોજનો કોરોના આંકડો હવે 900 થી 1000 સુધી પહોંચી જાય છે. ત્યારે આજે પણ છેલ્લા 24 કલાકમાં 968 કોરોના કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1 દર્દીનું કોરોનાથી મોત પણ થયું છે. આ સાથે માત્ર 141 દર્દી રિકવર થયા છે, તો હાલ રાજ્યમાં કુલ કેસ 4753 છે.

સુપ્રીમકોર્ટ: વર્ચ્યુઅલ સુનાવણી: દેશમાં બગડતી સ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે ફરી વર્ચ્યુઅલ માધ્યમથી સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે 3 જાન્યુઆરીથી 2 અઠવાડિયા સુધી વર્ચ્યુઅલ મોડમાં સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ પહેલા કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં આવો નિર્ણય લેવાયો હતો ત્યારે ફરી સ્થિતિ બેકાબૂ બનતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સ સમાચાર: સરકાર દ્વારા વિદેશ જનારા લોકો માટે ઇન્ટરનેશનલ લાઇસન ઝડપથી નીકળે તે માટે મહત્વનો બદલાવ કરવા નિર્ણય કર્યો છે. વિદેશ જનારાને અગાઉ ઇન્ટરનેશનલ લાઇસન્સ માટે વિદેશના વિઝા, સ્થાનિક RTOનું લાયસન્સ અને ફ્લાઇટની ટિકિટ ફરજિયાત હતી પરંતુ હવે માત્ર વિઝા અને લાયસન્સના આધારે ઇન્ટરનેશનલ લાયસન્સ કાઢી અપાશે.