khissu

મોટા સમાચાર/ 1 ઓકટોબર થી બદલાઈ જાશે નોકરીનો સમય, હવે કેટલી કલાક કામ કરવુ પડશે? જાણો માહિતી વિગતવાર

નોકરી કરતા લોકો માટે ઓક્ટોબર મહિનાથી મોટો ફેરફાર થવાનો છે. મોદી સરકાર 1 ઓક્ટોબરથી શ્રમ કાયદા (New Wage Code) ના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. જો આ નિયમ લાગુ થશે તો ઓફિસનો સમય વધશે. આ નવા શ્રમ કાયદા મુજબ, તમારે 12 કલાક કામ કરવું પડશે. પરંતુ આમ કરવાથી, કંપનીએ તેના કર્મચારીઓને અઠવાડિયામાં 3 દિવસની રજા આપવી પડશે. આ સિવાય તેની અસર ઇન-હેન્ડ સેલેરી પર પણ જોવા મળશે. તો ચાલો જાણીએ કે નવો લેબર કોડ તમને કેવી રીતે અસર કરશે.

નોકરીનો સમય 12 કલાકનો થઈ શકે છે: સૂત્રોના જણાવ્યાં મુજબ, નવા ડ્રાફ્ટ કાયદા અનુસાર, કામના મહત્તમ કલાકો વધારીને 12 કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.  જો કે, મજદૂર સંઘ પણ આ અંગે 12 કલાકની નોકરીનો વિરોધ કરી રહ્યો છે. કેન્દ્રીય શ્રમ સચિવ અપૂર્વ ચંદ્રાએ 9 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે જો કર્મચારીઓ દિવસમાં 12 કલાક કામ કરે છે, તો નવા કોડના અમલ પછી, કર્મચારીઓને ફરજિયાત પાંચને બદલે ચાર દિવસ કામ કરવાની છૂટ આપશે. કોડના ડ્રાફ્ટ નિયમોમાં, 30 મિનિટની ગણતરી કરીને ઓવરટાઇમમાં 15 થી 30 મિનિટ સુધીના વધારાના કામનો સમાવેશ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

પગારમાં ઘટશે અને પીએફમાં વધારો કરવામાં આવશે: નવા ડ્રાફ્ટ નિયમ મુજબ, મૂળ પગાર કુલ પગારના 50% થી વધુ હોવો જોઈએ. આને કારણે, મોટાભાગના કર્મચારીઓના પગારનાં સ્ટ્રકચર ફેરફાર થશે. મુળ પગાર વધાર્યા બાદ પીએફમાં પણ વધારો થશે. જો કે, નિવૃત્તિ સમયે આ નિયમ ફાયદાકારક રહેશે.

સરકાર 1 એપ્રિલ, 2021 થી નવા લેબર કોડમાં નિયમોનો અમલ કરવા માંગતી હતી, પરંતુ રાજ્યોની તૈયારીના અભાવે અને કંપનીઓને HR પોલિસી બદલવા માટે વધુ સમય આપવાને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી.  હવે શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાજ્યોએ આ નિયમોના અમલ માટે વધુ સમય માંગ્યો હતો, જેના કારણે તેમને 1 ઓક્ટોબર સુધી આ નિયમ મુલતવી રાખવામાં આવ્યો છે.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.