khissu

કૃષિ કાનૂન વિરુદ્ધ આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને સિંધુ બોર્ડર પર શ્રધ્ધાંજલિ આપવામાં આવી.

દિલ્હીમાં ખેડૂતો દ્વારા કૃષિ કાનૂન વિરુદ્ધ આંદોલનને આજે 25 દિવસ થયા છતાં ખેડૂતોએ હજી હાર માની નથી. કૃષિ કાનૂન પાછો લેવાની માંગ પર અડગ ખેડૂતો આટલી ઠંડીમાં પણ દિલ્હી બોર્ડર પર ખડે પગે ઉભા છે.

ખેડૂત સંગઠને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ને એક ખુલ્લો પત્ર લખીને જણાવ્યું કે તેઓ ને કોઈ રાજનૈતિક પક્ષ કે વિપક્ષ સાથે લેવા દેવા નથી.

ગાજીપુર બોર્ડર પર ખેડૂત નેતા વીએમ સિંહ અને પ્રશાસન ની વચ્ચે બેઠક ચાલી રહી છે. પ્રદર્શન માટે આવી રહેલા ખેડૂતોના ટ્રક અને ગાડીઓ રોકવામાં આવી રહ્યા છે એવામાં ખેડૂતોએ પ્રશાસનને 24 કલાક નો અલ્ટીમેટમ આપ્યો છે કે જો ખેડૂતોની ગાડીઓ છોડવામાં નહીં આવે તો NH-24 આવાગમન પૂરી રીતે બંધ કરવામાં આવશે.

26 નવેમ્બરથી ચાલુ આ આંદોલનમાં બીમારી અને ઠંડીને કારણે 33 ખેડૂતોની મૃત્યુ થઈ ચૂકી છે. આજ રોજ રવિવારના દિવસે આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને સિંધુ બોર્ડર ઉપરાંત અન્ય જગ્યાએ શ્રઘ્ધાંજલિ આપવામાં આવી હતી અને દેશના વિભિન્ન જગ્યાએ "શ્રઘ્ધાંજલિ દિવસ" મનાવવામાં આવ્યો