ટ્રમ્પ બાબા જતાં જતાં મોદીજી ને ફાયદો કરાવતાં ગ્યાં : સર્વોચ્ચ એવોર્ડ

ટ્રમ્પ બાબા જતાં જતાં મોદીજી ને ફાયદો કરાવતાં ગ્યાં : સર્વોચ્ચ એવોર્ડ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો અમેરિકાનો સર્વોચ્ચ સૈન્ય સન્માન LEGION OF MERIT પુરસ્કાર.

આવું પહેલી વાર બની રહ્યું છે કે અમેરિકાનો આ સર્વોચ્ચ પુરસ્કાર કોઈ ભારતના વડા પ્રધાન ને મળી રહ્યો હોય. આ પુરસ્કાર અમેરિકાના સન્માનિત એવોર્ડ માંથી એક છે. જે કોઈ દેશ અથવા સરકાર ના કોઈ પ્રમુખ ને આપવામાં આવે છે.

અમેરિકામાં રહેતા ઈન્ડિયાના Ambassador (ભારતીય રાજદૂત)  તરણજીત સિંહ સંધુ એ વોશિંગટન ડી.સી. માં આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

આ એવોર્ડ યુ.એસ. ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ. બ્રાયન ને વાઈટ હાઉસ ખાતે સોમવારે આ પુરસ્કાર તરણજીત સિંહ સંધુ ને આપ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે "મને LEGION OF MERIT એવોર્ડ મળતા ખૂબ જ ગૌરવ થાય છે. આ એવોર્ડ ભારત અને અમેરિકા ના લોકોના સંબંધો ને સુધારવાના પ્રયત્નો ની માન્યતા છે જે ભારત અને અમેરિકા ની વ્યૂહાત્મક ભાગીદારી ના દ્વિપક્ષીય કરારમાં પ્રતિબિંબિત થાય છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ બીજું ટ્વિટ કરતા જણાવ્યું હતું કે  ભારત અને અમેરિકા વચ્ચેનો  સંબંધો આપણા બધા લોકો માટે  વિશિષ્ટ શક્તિની સંપૂર્ણ ક્ષમતાનો લાભ આખી માનવ જાતિ  માટે વૈશ્વિક નેતૃત્વ આપી શકે છે.