ટ્વીટરે ઉપરાષ્ટ્રપતિ નુ એકાઉન્ટ અનવેરીફાઈડ કર્યું: નાયડુ સહિત RSS નાં ઘણા નેતાઓનાં એકાઉન્ટ પરથી બ્લુ ટીક હટાવવામાં આવી: જાણો શું મતલબ છે બ્લુ ટીકનો?

ટ્વીટરે ઉપરાષ્ટ્રપતિ નુ એકાઉન્ટ અનવેરીફાઈડ કર્યું: નાયડુ સહિત RSS નાં ઘણા નેતાઓનાં એકાઉન્ટ પરથી બ્લુ ટીક હટાવવામાં આવી: જાણો શું મતલબ છે બ્લુ ટીકનો?

નવા IT નિયમો અંગે ચાલી રહેલા વિવાદની વચ્ચે ટ્વીટર ની બીજી કાર્યવાહીથી કેન્દ્ર સરકારની નારાજગી વધી ગઈ છે. આજે સવારે જાણ કરવામાં આવી હતી કે ટ્વીટરે વાઇસ પ્રેસિડેન્ટ એમ. વેંકૈયા નાયડુ અને સંઘ પ્રમુખ ભાગવત સહિત અનેક નેતાઓનાં પર્સનલ ટ્વીટર હેન્ડલ પરથી બ્લુ ટિકને દૂર કરી હતી. જો કે વિવાદ વધવાથી ટ્વીટરે ટુંક સમયમાં જ નાયડુનાં એકાઉન્ટ ની બ્લુ ટીક રી-સ્ટોર કરી નાખી હતી. પરંતુ અન્ય નેતાઓનાં એકાઉન્ટ હજુ પણ અનવેરિફાઈડ છે.

⁠⁠⁠⁠⁠સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે IT મંત્રાલય દ્વારા ટ્વીટર ને નોટિસ મોકલવામાં આવશે અને સરકાર ટ્વીટર ને પૂછશે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ ની પરવાનગી વગર બ્લુ ટીકને કેમ હટાવવામાં આવી ? આ ભારતના બંધારણીય હોદ્દાનુ ઉલ્લઘન કહેવાય. આ મામલે ટ્વીટરે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે જુલાઈ 2020 થી વાઇસ પ્રેસિડેન્ટ નુ એકાઉન્ટ એક્ટિવ નથી. તેથી અમારી વેરીફીકેશન પોલિસી મુજબ અમે કોઈ પણ સૂચના વિના આવા એકાઉન્ટ્સ ને અનવેરીફાઈડ કરી શકીએ છીએ. હાલમાં નાયડુ નાં એકાઉન્ટ ને ફરીથી વેરીફાય કરવામાં આવ્યું છે.

આરએસએસ ના ઘણા નેતાઓનાં એકાઉન્ટ પણ અનવેરીફાઇ:- ટ્વીટરે RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ના ઘણા નેતાઓનાં એકાઉન્ટ પણ અનવેરીફાઈ કર્યા છે. જેમાં ભાગવત સિવાય અરુણ કુમાર, ભૈયાજી જોશી અને સુરેશ સોની જેવા મોટા નામો આમાં શામેલ છે. એવામાં ભાજપા મુંબઈના પ્રવક્તા સુરેશ નખુઆ એ ટ્વિટરની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા.

છેલ્લા 11 મહિનાથી કોઈપણ ટ્વીટ નહિ:- ઉપરાષ્ટ્રપતિ નાં પર્સનલ એકાઉન્ટને 13 લાખ લોકો ફોલો કરે છે. તેના ટ્વીટર એકાઉન્ટ પર છેલ્લા 11 મહિનાથી કોઈ ટ્વીટ નથી થઈ. છેલ્લી ટ્વીટ 23 જુલાઈ 2020 નાં રોજ તેના એકાઉન્ટ થી થઈ હતી.

⁠⁠⁠⁠⁠⁠શું હોય છે બ્લુ ટિક:- ટ્વીટર નાં જણાવ્યા અનુસાર બ્લુ ટિક (બ્લુ વેરીફાઈડ બેજ) નો અર્થ એ છે કે એકાઉન્ટ વાસ્તવિક અને લોકોના હિતમાં છે. આ ટિક મેળવવા માટે એકાઉન્ટ એક્ટિવ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલ ટ્વીટર સરકારી કંપનીઓ, બ્રાન્ડ અને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, સમાચાર સંગઠન અને પત્રકાર, મનોરંજન, સ્પોર્ટસ એન્ડ ઈ - સ્પોર્ટસ, વગેરે પ્રભાવશાળી વ્યક્તિઓના ખાસ એકાઉન્ટસ ને વેરીફાઈ કરે છે.

કંઈ પરિસ્થિતિમાં ટ્વીટર બ્લુ ટિક દૂર કરે છે:- ટ્વીટરની શરતો અનુસાર જો કોઈ  તેના ટ્વીટર હેન્ડલ નુ નામ બદલશે અથવા યુઝર તેના એકાઉન્ટ નો ઉપયોગ નહિ કરે તો બ્લુ ટિક એટલે કે બ્લુ વેરીફાઈડ બેજ કોઈની સૂચના વગર હટાવી શકાય છે.