આધાર કાર્ડ ધારકોનું 'મિત્ર' બની ગયું UIDAI, આ નવી સુવિધા દ્વારા મળશે દરેક સવાલનો જવાબ, જાણો શું છે આ ખાસ સર્વિસ

આધાર કાર્ડ ધારકોનું 'મિત્ર' બની ગયું UIDAI, આ નવી સુવિધા દ્વારા મળશે દરેક સવાલનો જવાબ, જાણો શું છે આ ખાસ સર્વિસ

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગથી સજ્જ આધાર ચેટબોટ લોન્ચ કર્યું છે. આધાર મિત્ર નામના આ ચેટબોટ દ્વારા ગ્રાહકો તેમના આધાર સાથે સંબંધિત તમામ માહિતી તરત જ મેળવી શકશે. આમાં આધાર PVC સ્ટેટસ, રજિસ્ટ્રેશન અને ફરિયાદો સાથે જોડાયેલી માહિતીને ટ્રેક કરી શકાય છે અને તેનો રિયલ ટાઈમ લઈ શકાય છે.

UIDAIએ એક સત્તાવાર ટ્વિટમાં જણાવ્યું છે કે ભારતીય નાગરિકો સાથે જોડાવા માટે AI અને મશીન લર્નિંગ આધારિત ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યો છે. હવે લોકો આધાર પીવીસી કાર્ડની સ્થિતિ, નોંધણી અને ફરિયાદોને સરળતાથી ટ્રેક કરી શકશે. તમે આ લિંક https://uidai.gov.in/en દ્વારા આધાર મિત્રનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય UIDAI એ ટ્વીટમાં એક QR કોડ પણ જારી કર્યો છે, જેને સ્કેન કરીને તમે સીધા આધાર મિત્રના ચેટબોટ પર પહોંચી શકો છો.

#ResidentFirst#UIDAI’s New AI/ML based chat support is now available for better resident interaction!
Now Residents can track #Aadhaar PVC card status, register & track grievances etc.
To interact with #AadhaarMitra, visit- https://t.co/2J9RTr5HEH@GoI_MeitY @PIB_India pic.twitter.com/fHlVd0rXTv
— Aadhaar (@UIDAI) February 14, 2023

મંત્રાલયે શું કહ્યું
માહિતી અને ટેકનોલોજી મંત્રાલયે કહ્યું છે કે હવે UIDAI પાસે ફરિયાદ નિવારણ માટે વધુ સારું સાધન હશે. તે UIDAI હેડક્વાર્ટર અને પ્રાદેશિક કચેરીઓ, ટેકનિકલ કેન્દ્રો સાથે તમામ ભાગીદારો સાથે પણ સીધું જોડાયેલું હશે. આધાર દ્વારા, માત્ર જીવનની સરળતા જ નથી વધી પરંતુ વ્યવસાય કરવાની સરળતામાં પણ સુધારો થયો છે.

આધાર મિત્ર શું માહિતી આપશે
યુઝર્સ UIDAIના નવા ચેટબોટ આધાર મિત્ર પરથી તરત જ ઘણી માહિતી મેળવી શકે છે. આમાં આધાર કેન્દ્રનું સ્થાન, નોંધણી અથવા અપડેટનું સ્ટેટસ અને વેરિફિકેશન, પીવીસી કાર્ડ ઓર્ડરનું સ્ટેટસ, ફરિયાદ કરવી અને તેનું સ્ટેટસ જાણવું, એનરોલમેન્ટ સેન્ટરનું લોકેશન, એપોઇન્ટમેન્ટ બુકિંગ અને વીડિયો ફ્રેમ ઇન્ટિગ્રેશન જેવી માહિતી ઉપલબ્ધ થશે. આ ચેટબોટ તમને ટેક્સ્ટ મેસેજની સાથે વીડિયો દ્વારા પણ માહિતી આપશે. આધારની લેટેસ્ટ માહિતી અનુસાર તેને સમય સમય પર અપડેટ કરવામાં આવશે.

આધાર મિત્રનો ઉપયોગ કેવી રીતે કરવો
સૌથી પહેલા તમારે www.uidai.gov.in પર જવું પડશે.
આધાર મિત્રનું બોક્સ હોમ પેજની નીચે જમણી બાજુએ ફ્લેશિંગ થતું દેખાશે.
આ બોક્સ પર ક્લિક કરતાની સાથે જ ચેટબોટ ખુલશે.
હવે તમારે તમારો પ્રશ્ન પૂછવા માટે 'Get Started' પર ક્લિક કરવાનું રહેશે.
તમે સર્ચ બોક્સમાં તમારો પ્રશ્ન પૂછી શકો છો.