khissu

આ દસ્તાવેજ વગર આધાર કાર્ડમાં સરનામું અપડેટ નહિ થશે, જાણો UIDAI એ શું જાણકારી આપી?

આજનાં આ યુગમાં આધાર કાર્ડની જરૂર તમામ મહત્વના કામ માટે પડતી હોય છે. જો તમારે ઈન્કમ ટેકસ રીટર્ન ફાઈલ કરવી છે, મોબાઈલ માટે નવું સીમ લેવું છે, કોઈ યોજનામાં ફોર્મ ભરવું છે વગેરે જરૂરિયાતનાં કામો માટે આધારકાર્ડ ની જરૂર પડતી હોય છે, એટલે જ આધાર કાર્ડમાં દરેક વિગત, ખાસ કરીને સરનામા ને અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે. જો કે આધાર નંબર જારી કરતી એજન્સી UIDAI (Unique Identification Authority of India) એ હાલમાં આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવાના નિયમમાં ફેરફાર કર્યો છે.

UIDAI એ આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવાની સુવિધા બંધ કરી દીધી છે. અગાઉ આ સુવિધા તે યુઝર્સને પણ આપવામાં આવતી હતી જેની પાસે કોઈ પુરાવો ન હોય. આ સુવિધાથી એ લોકોને વધુ ફાયદો થતો જે પોતાના વતનથી દુર બીજા શહેરમાં ભાડે રહેતા હોય.

UIDAI આધાર આધારકાર્ડ માં વિવિધ અપડેટ કરવાની સુવિધા પૂરી પાડે છે. ઓથોરિટી ની મોટાભાગની સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ છે. પરંતુ હવે એડ્રેસ વેલિડેશન લેટર દ્વારા એડ્રેસ અપડેટ કરવાની સુવિધા આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ કરી દીધી છે.

32 દસ્તાવેજો નુ લીસ્ટ:- એક યૂઝરે UIDAI નાં ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર પ્રશ્ન પૂછ્યો હતો કે યુઝર્સ આધાર કાર્ડમાં આપેલ સરનામુ બદલવાની પ્રોસેસ જાણવા માંગે છે. આનો જવાબ આપતા UIDAI એ કહ્યું હતું કે પુરાવા વગર નામ બદલી શકાશે નહિ. આધાર કાર્ડની એજન્સીએ 32 દસ્તાવેજોનો ઊલ્લેખ કર્યો છે જે આધાર અપડેટ માટે માન્ય છે. નામ બદલવા માટે અથવા સરનામું બદલવા માટે એમાંથી એક દસ્તાવેજ આપવો જરૂરી છે. હવે એડ્રેસ પ્રૂફ આપ્યાં વગર નામ અથવા સરનામું બદલી શકાશે નહી.

નીચે આપેલી pdf માં આપેલ પુરાવાની મદદથી તમે આધાર કાર્ડમાં જરૂરી સુધારા વધારા કરી શકશો.
https://uidai.gov.in/images/commdoc/valid_documents_list.pdf

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.