હવે તમે આધાર કાર્ડ પર તમારો મોબાઈલ નંબર ખૂબ જ સરળ રીતે બદલી શકો છો. જો તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે, અને હવે તમે ઈચ્છો છો કે તે તમારા આધાર કાર્ડમાં પણ બદલાય, તો આજે અમે તમને સૌથી સહેલો રસ્તો જણાવવા જઈ રહ્યા છીએ ...! આધાર કાર્ડ ભારત સરકાર દ્વારા જારી કરાયેલ 12 અંકનો યુનિક ઓળખ નંબર છે અને તે વ્યક્તિની બાયોમેટ્રિક માહિતીના આધારે જારી કરવામાં આવે છે જેમ કે આઇરિસ સ્કેન, ફિંગરપ્રિન્ટ અને વસ્તી વિષયક માહિતી જેવી કે DOB અને ઘરનું સરનામું વગેરે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે કોઈ જરૂરી દસ્તાવેજની જરૂર નહિ પડે.
આધારને અપડેટ કરવું માત્ર ફાયદાકારક નથી પણ ઘણી ઓનલાઇન સેવાઓ માટે પણ જરૂરી છે. આધાર સાથે જોડાયેલી ઓનલાઈન સેવાઓ મેળવવા માટે, તમારે પહેલા તમારો મોબાઈલ નંબર UIDAI સાથે નોંધાવવો પડશે.
આ રહી પ્રોસેસ: સૌપ્રથમ તમારા નજીકના આધાર સેન્ટર પર જાઓ,
અહીં તમને ફોન નંબર લિંક કરવા માટે એક ફોર્મ આપવામાં આવશે.
આ ફોર્મને આધાર કરેક્શન ફોર્મ કહેવાય છે. તેમાં સાચી જાણકારી ભરો.
હવે 25 રૂપિયા ફી આપીને ભરેલું ફોર્મ જમાં કરાવી દો.
એ પછી તમને એક સ્લીપ આપવામાં આવશે. આ સ્લીપમાં અપડેટ રિકવેસ્ટ નંબર હશે.
આ રિકવેસ્ટ નંબરથી તમે ચેક કરી શકો છો કે નવો નંબર ફોન સાથે લિંક થયો છે કે નહિ.
ત્રણ મહિનામાં તમારું આધાર કાર્ડ નવા નંબર સાથે લિંક કરવામાં આવશે.
મોબાઈલ નંબર લિંકનું સ્ટેટ્સ તમે UIDAI ના ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ જાણી શકો છો.