ઉજ્જ્વલા 2.0 માં શું ફેરફાર? મફતમાં LPG ગેસ કનેક્શન? ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

પાંચ વર્ષ પહેલા પીએમ મોદીએ 1 મે 2016 ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં BPL પરિવારોની 5 કરોડ મહિલાઓને LPG ગેસ કનેક્શન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.

ત્યારબાદ એપ્રિલ 2018 માં યોજનાનું વિસ્તરણ કરવામાં આવ્યું જેથી વધુ સાત કેટેગરીમાંથી મહિલાઓનો સમાવેશ કરી શકાય. આ સાત કેટેગરીમાં SC/ST, PMAY,AAY, નિચલી જાતિના લોકો, વનવાસી, તેમજ લક્ષ્ય દ્વીપ  સમાવેશ કરવામાં આવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તરપ્રદેશનાં મહોબામાં ઉજ્જવલા 2.0 નો શુભારંભ કર્યો હતો. જેમાં ઉત્તરપ્રદેશની 1 હજાર મહિલાઓને નવા LPG ગેસ કનેક્શન આપવામાં આવ્યાં હતાં. આ સિવાય નાણાકીય વર્ષ 2021-22 માં 1 કરોડ LPG ગેસ કનેક્શન આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

ઉજ્જ્વલા અને ઉજ્જ્વલા 2.0:

દોસ્તો પાંચ વર્ષ પહેલાં જે ઉજ્જ્વલા યોજના શરૂ કરી હતી તેમાં 5 કરોડ BPL પરિવારની મહિલાઓને જ LPG ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા. જ્યારે યોજનાનું વિસ્તરણ કરીને જે અલગ સાત કેટેગરીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉજવલ્લા 2.0 માં નીચી આવક ધરાવતા પરિવારોને પણ લાભ મળશે અને તેઓને 1 કરોડ નવા LPG ગેસ કનેક્શન આપવામાં આવશે.

ઉજ્જ્વલા યોજનામાં માત્ર LPG ગેસ કનેક્શન આપવામાં આવ્યાં હતાં જ્યારે ઉજ્જ્વલા 2.0 માં LPG ગેસ કનેક્શન સાથે સાથે ભરેલો ગેસ સિલિન્ડર અને સગડી પણ મફતમાં આપવામાં આવશે.

એડ્રેસ પ્રૂફ વગર મળશે કનેક્શન:

PM નરેન્દ્રમોદીએ  જણાવ્યું કે હવે ઉજ્જ્વલા 2.0નો લાભ લેવા માટે પ્રવાસીઓને રેશનકાર્ડ અને એડ્રેસ પ્રૂફ જમા કરાવવાની જરૂર નથી પરંતુ જરૂરિયાતવાળા પરિવાર હવે જાતે જ ટ્રુ કોપી કરીને અરજી આપવાની રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટ:

- આ યોજનાનો લાભ લેવા માટે ફરજીયાત E-KYC કરવું પડશે. ( અસમ અને મેઘાલય રાજ્યોને છોડીને )
- ઓળખ અને સરનામાના પુરાવા માટે આધારકાર્ડ
(પરંતુ જો આધારકાર્ડમાં બીજા સ્થળનું સરનામું હોય તો ચૂંટણી કાર્ડ, લાઈટબિલ, ડ્રાઈવિંગ લાઈસન્સ, રાશનકાર્ડ, બેન્ક સ્ટેટમેન્ટ, પાણીનું બિલ, ફ્લેટ, અલોટમેન્ટ/ પઝેશન લેટર, LIC પોલિસી, હાઉસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ, લીઝ એગ્રીમેન્ટ વગેરેમાંથી કોઈપણ આપી શકો.)
- રાશનકાર્ડ
- લાભાર્થી અને પરિવારના પુખ્ત સભ્યોના આધારકાર્ડ
- બેન્ક એકાઉન્ટ નંબર અને IFSC
- પાસપોર્ટ સાઇઝનો ફોટો

અરજી કેવી રીતે કરશો?

- સૌપ્રથમ તમારે https://www.pmuy.gov.in વેબસાઈટમાં જવાનું રહેશે અને apply online પર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમને ત્રણ અલગ અલગ ગેસ કંપનીના વિકલ્પ જોવા મળશે. જેમાં ઇન્ડેન, એચ પી અને ભારત ગેસ જોવા મળશે તેમાંથી તમારે તમારા ઘરની નજીક જે કંપનીની સુવિધા હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.

- હવે તમેં જે વિકલ્પ ક્લિક કર્યો હશે તે ગેસ કંપનીની વેબસાઈટ ખુલી જશે. તેમાં તમારે તમારી બધી વિગતો ભરવાની રહેશે અને ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે.

- ફોર્મ ભરાઈ ગયા પછી તમારા ડોક્યુમેન્ટ સાચા છે કે નહીં તેની ચકાસણી કરવાની હોય છે જેના માટે તમારે તમારા નજીકના ગેસ ડિસ્ટ્રીબ્યુટર પાસે જવાનું રહેશે અને તમે અપલોડ કરેલા ડોક્યુમેન્ટના ઓરીજનલ ડોક્યુમેન્ટ દેખાડવાના રહેશે.

વધુ માહિતી જાણવા ઉપરનો વિડીયો જોઈ શકો છો.