khissu

એસી, પંખા અને કૂલર 24X7 વાપરો, લાઈટ બિલ તો ઝીરો જ આવશે, કરી નાખો આ કામ

આ વખતે ગરમીએ ભુક્કા કાઢી નાખ્યા છે. અને સાથે લાઇટ બિલ પણ ખૂબ જ વધારે આવ્યા છે. એવામાં તમે ગ્રીન એનર્જીના સહારે પાવર કટ અને મોંઘા વિજળીના બિલથી છુટકારો મેળવી શકો છો. તેના માટે તમારે ઘરની છત પર સોલર પેનલ લગાવવાની રહેશે. તેનાથી તમે ટેન્શન ફ્રી થઈ શકો છો. ખાસ વાત એ છે કે આ કામ માટે સરકારની તરફથી મદદ પણ કરવામાં આવે છે. બાદમાં ઘરમાં AC, પંખા ચલાવવાથી વિજળી બિલની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે.

જો તમે ઘરની છત પર સરળતાથી સોલર પેનલ લગાવો છો તો પોતાની જરૂરીયાત પ્રમાણે વિજળી પેદા કરી શકો છો. તેના માટે સરકારની તરફથી તમને સબ્સિડી પણ મળશે. તેનાથી સોલર પેનલ લગાવવાનો તમારો ખર્ચ ઓછો થઈ જશે. સોલર પેનલ લગાવવાનો ખર્ચ કેટલો આવશે અને સરકારની તરફથી કેટલી સબ્સિડી મળશે અને કેવી રીતે કામ કરે છે આ સરકારી સ્કીમ, આવો જાણીએ સંપૂર્ણ ડિટેલ્સ.

સરકાર કરી રહી છે મદદ

જો તમે પોતાના ત્યાં સોલર પેનલ લગાવવા માંગો છો તો સરકાર તેમાં તમારી મદદ કરશે. સરકારની તરફથી સોલર પેનલ લગાવવા માટે સબ્સિડી આપવામાં આવી રહી છે. એક વખત પૈસા ખર્ચ કરી તમે લાંબા સમયથી વિજળી કપાત અને મોંઘા બિલની ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકો છો.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

6થી8 યુનિટ રોજની વિજળી મેળવવા માટે તમારે 2 કિલોવોટ ક્ષમતાનું સોલર પેનલ પોતાના ઘરની છત પર લગાવવાનું રહેશે. તેમાં તમને ચાર સોલર પેનલ મળશે તેને જોડીને લગાવવાના રહેશે. મોનોપર્ક બાઈફિશિયલ સોલર પેનલ આ સમયે નવી ટેક્નોલોજીનું સોલર પેનલ છે. તેમાં આગળ અને પાછળ બન્ને તરફથી પાવર જનરેટ થાય છે. આ પ્રકારે તમારે રોજ પોતાની જરૂરીયાતના હિસાબથી વિજળી મળી જશે.

સોલર રૂફટોપ લગાવવા માટે કેવી રીતે કરશો એપ્લાય?
https://pmsuryaghar.gov.in દ્વારા પણ તમે સોલરપેનલ લગાવી શકો છો. સબ્સિડીની વાત કરવામાં આવે તો પીએમ સૂર્ય ઘર મુક્ત વિજળી યોજના હેઠળ તમારી છત પર સોલર પેનલ લગાવવા માટે કરવામાં આવેલા ખર્ચમાં આ યોજના હેઠળ 1 કિલોવોટ માટે 18 હજાર રૂપિયા, 2 કિલોવોટ સુધી 30,000 રૂપિયા અને 3 કિલોવોટ માટે કુલ સબ્સિડી 78,000 રૂપિયા મળે છે.

કેટલો થશે ખર્ચ?
ભારતમાં સૌર ઉર્જાને વધારવા માટે સતત પગલાં ભરવામાં આવી રહ્યા છે અને નવી નવી યોજનાઓ સંચાલિત કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે તેના દ્વારા તમે બે દાયકાથી વધારે સમય માટે પાવર કટની ઝંઝટમાંથી અને મોટા બિલથી છુટકારો મેળવી શકો છો.