ટિમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ના ફાર્મ હાઉસમાં ઉગાડેલી શાકભાજી હવે દુબઇ જશે. દુબઈમાં મહેન્દ્ર સિંહ ધોની ના દુબઈમાં ઘણા ફેન્સ છે.
ધોની ના ફાર્મ માં ઉગાડેલી શાકભાજી હોવી દુબઇ જવાની તૈયારી ચાલુ છે. આ માટે ઝરખંડના કૃષિ વિભાગે શાકભાજી ને દુબઇ મોકલવાની જવાબદારી લીધી છે.
મહેન્દ્ર સિંહ ધોની નું દુબઇ માં મોટું નામ છે જ્યારે જ્યારે ઇન્ડિયાની મેચ દુબઈમાં થઈ ત્યારે ત્યારે ધોની ના ફેન્સ ની ભીડ લાગી જતી અને હાલ પણ ધોની નવું વર્ષ મનાવવા માટે પોતાના પરિવાર સાથે દુબઈમાં છે.
ઑલ સિઝન ફાર્મ ફ્રેશ એજેન્સી ધોનીની શાકભાજીને દુબઈ માં વેચશે. ઑલ સિઝન ફાર્મ ફ્રેશ એજેન્સી ના માધ્યમ થી પહેલા પણ કૃષિ વિભાગે ખાદી વિસ્તારોમાં શાકભાજી મોકલી હતી.
ધોની નું ઘણું મોટું નામ છે અને તે એક બ્રાન્ડ છે તેથી તેની શાકભાજી દુબઈ માં જશે તો ઝારખંડના ખરડૂતો નું પણ નામ જોડશે અને તેઓને ભરપૂર લાભ મળશે. ઘણી એજન્સીઓ ઝારખંડ આવશે અને અહીંની શાકભાજી બીજા દેશોમાં મોકલશે.