How To Stop Corona Caller Tune: શું તમે પણ કોરોના કોલર ટ્યુનથી પરેશાન છો? જાણો કોલર ટ્યુનને કેવી રીતે બંધ કરી શકાય?

How To Stop Corona Caller Tune: શું તમે પણ કોરોના કોલર ટ્યુનથી પરેશાન છો? જાણો કોલર ટ્યુનને કેવી રીતે બંધ કરી શકાય?

છેલ્લા ઘણા મહિનાઓથી સતત કોરોના કોલર ટ્યુન સાંભળ્યા પછી લોકો હવે ગુસ્સે થઈ રહ્યા છે. સોશીયલ મિડીયા પર ઘણાં લોકોએ કોરોના કોલર ટ્યુન બંધ કરવાની માંગ પણ કરી છે. લોકોનું કહેવું છે કે કોરોના કોલર ટ્યુન દિવસમાં માત્ર એક વાર જ સંભળાવી જોઈએ. કારણ કે ઇમરજન્સી નાં કામમાં કોરોના કોલર ટ્યુન એક સમસ્યા બની જાય છે. મીડિયા યૂઝર્સે આ કોલર ટ્યુન બંધ કરવાનો જુગાડ શોધી નાખ્યો છે. Jio ના નંબર પર કોરોના કોલર ટ્યુન બંધ કરવાની પદ્ધતિ 100% કાર્યરત છે. અમે તેને જાતે અજમાવી જોયું છે. ચાલો જાણીએ...(How To Stop Corona Caller Tune)

Vi યુઝર્સ આ રીતે બંધ કરી શકે છે કોરોના કોલર ટ્યુન:- અન્ય ટેલિકોમ યુઝર્સની જેમ વોડાફોન આઈડિયા (Vi) યુઝર્સ પણ તેમના નંબર પર કોરોના કોલર ટ્યુન બંધ કરી શકે છે. આ માટે વોડાફોન આઈડિયા યૂઝર્સ તેમના નંબર પરથી CANCT લખીને 144 પર મેસેજ મોકલવો પડશે. આ પછી કોરોના કોલર ટ્યુન બંધ થઈ જશે. આ સિવાય Jio અને Airtel યુઝર્સની જેમ વોડાફોન આઈડિયામાં * અથવા 1 દબાવીને બંધ કરી શકાય છે.

Airtel યુઝર્સ આ રીતે બંધ કરી શકશે કોરોના ટ્યુન:- જો તમે Airtel યુઝર્સ છો તો તમારે કોરોનાની ટ્યુનને બંધ કરવા માટે એક નંબર ડાયલ કરવો પડશે. આ માટે Airtel યુઝર્સ તેમના નંબર પરથી *646*224# ડાયલ કરવાનો રહેશે, ત્યાર બાદ 1 દબાવો. આ સિવાય Airtel યુઝર્સ બીજી રીતે પણ કોરોના ટ્યુન બંધ કરી શકે છે. આ માટે જ્યારે તમે કોલ કરો છો ત્યારે કોરોના કોલર ટ્યુન સાંભળો છો તો તરત જ * કે 1 દબાવો એટલે કોરોના ટ્યુન બંધ થઈ જશે.

Jio યુઝર્સ આ રીતે કોરોના કોલર ટ્યુન બંધ કરી શકે છે:- જો તમે રિલાયન્સ Jio યૂઝર્સ છો તો તમારે તમારા મોબાઈલ નંબર પરથી STOP લખીને 155223 પર મેસેજ મોકલવો પડશે. આ પછી તમારા મોબાઈલમાં કોરોના કોલર ટ્યુન બંધ થઈ જશે. આ સિવાય  Jio યુઝર્સ બીજી રીતે પણ કોરોના ટ્યુન બંધ કરી શકે છે. આ માટે જ્યારે તમે કોલ કરો છો ત્યારે કોરોના કોલર ટ્યુન સાંભળો છો તો તરત જ * કે 1 દબાવો એટલે કોરોના ટ્યુન બંધ થઈ જશે.

BSNL યુઝર્સ આ રીતે રોકી શકે છે કોરોના ટ્યુન:- જો તમે સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના યૂઝર્સ છો, તો તમે આ કોરોના કોલર ટ્યુન બંધ કરી શકો છો. બીએસએનએલ પ્રીપેડ અને પોસ્ટપેડ યુઝર્સ તેમના મોબાઇલ પર આ કોરોના કોલર ટ્યુન સરળતાથી બંધ કરી શકે છે. આ માટે, તમારે તમારા મોબાઇલ પરથી UNSUB લખીને 56700 અથવા 56799 પર મેસેજ કરવો પડશે અને આ કોલર ટ્યુન બંધ થઈ જશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.