ગુજરાતના આ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર: જાણો ક્યાં ક્યાં ગામમાં આંશિક લોકડાઉન જાહેર ?

ગુજરાતના આ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર: જાણો ક્યાં ક્યાં ગામમાં આંશિક લોકડાઉન જાહેર ?

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા આણંદ, દાહોદ, જામનગર, ખેડા અને જૂનાગઢ જિલ્લાના કુલ ૨૪ ગામોમાં સ્વૈચ્છિક અને આંશિક લોકડાઉન કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. કચ્છ - મુન્દ્રા માં પણ ઘણા વિસ્તારોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના સારસા, વિરસદ વગેરે ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે અને કોરોના મહામારીથી બચવા સરકારી ગાઇડલાઈન નુ પાલન પણ કરવામાં આવી રહ્યું  છે.

કચ્છ સૌરાષ્ટ્ર માં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું.
જામનગર ના મોટી બાણુગર માં એક અઠવાડિયા માટે સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે. જ્યારે જામજોધપુર ના ગોપમાં પણ થોડા સમય પહેલા એક સપ્તાહ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના ટીકર, ધંધુસર ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માં અલગ-અલગ એસોસિએશન દ્વારા બહાર એપ્રિલ સુધી સાંજના છ વાગ્યા સુધી સુચિત લોકડાઉન નો નિર્ણય લેવામાં આવ્યો છે. ભુજ મુન્દ્રા તાલુકાના સાઈઘોઘા ગામમાં 13 દિવસ માટે આંશિક લોકડાઉન ગ્રામ પંચાયત દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

મધ્ય ગુજરાતના ઘણા ગામમાં અને શહેરમાં આંશિક લોકડાઉન :- આણંદ માં છેલ્લા એ મહિનામાં દેમોલ, પીપળવા, સારસા, મલાજત, યાંગા વગેરે ગ્રામ પંચાયતો એ સ્વેચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. ખેડા જિલ્લાના ત્રણ તાલુકામાં આવેલા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કપડવંજ તાલુકાના તેલનાર અને નડિયાદ તાલુકાના અલીન્દ્રા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા ગામમાં બપોર પછી સ્વૈચ્છિક રીતે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાના બલૈયા ગામમાં 1 એપ્રિલ થી 5 એપ્રિલ સુધી લોકડાઉન રાખવામાં આવ્યું છે