ગુજરાતના રાજકોટ માં અગાઉ ફાળવવામાં આવેલા ૨૩૪૨ આવાસો પૈકી ૬૮૮ આવસો માં ગેરરીતિ થતા આ ૬૮૮ આવાસો માટે ફરીથી ફોર્મ ભરવા માટે ૧ જાન્યુઆરી તારીખ આપેલ છે.
શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અલગ અલગ પાંચ સ્થળે આવાસ યોજના તૈયાર કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ૨૩૪૨ આવાસો માટે અરાજદારોની હાજરીમાં ડ્રો કરાવવામાં આવ્યો હતો પરંતુ ૬૮૮ આવાસોમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું. આ ૬૮૮ આવસોમાં અમુક આવાસો એવા હતા કે જેમાં અરજદારો એ સ્વીકાર્યા ન હતા અને અમુક આવાસો કે જેમાં ગેરરીતિ થઈ હતી.
શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અલગ અલગ પાંચ સ્થળે આવાસ નક્કી કરાયાં હતા જે મુજબ અવધના ઢાળીયા પાસે, સરિતા વિહાર સોસાયટી યુનિવર્સિટી રોડ, સાંઝાચૂલા કાલાવડ રોડ, ફિલ્ડમાર્શલ પાસે અને વીર સાવરકર સોસાયટી નજીક આવાસ પુરા પાડવામાં આવ્યા.
1 વર્ષ પહેલાં થયેલા આ ડ્રો પૈકી ૬૮૮ આવાસો માં ગેરરીતિ થતા આ ૬૮૮ આવાસો માટે રૂડા દ્વારા ફરીથી ફોર્મ ભરવાનું ચાલુ થશે. આ અંતર્ગત EWS-1, EWS-2, LIG અને MIG પ્રકારના આવાસો ફાળવવામાં આવશે. આ બાકી રહેલા ૬૮૮ આવાસો માટે ૧ જાન્યુઆરી થી ફોર્મ ભરાશે અને ડ્રો મારફતે આવાસ મળશે.
જે મિત્રો આ યોજનાનો લાભ લેવો હોય તો ૧ જાન્યુઆરી ફોર્મ જરૂરથી ભરી દેજો.આવા જ ન્યૂઝ માટે ખિસ્સું ની વેબસાઈટ khissu.com પર ચેક કરતા રહેજો.