જાણવા જેવું/ શું છે સામાન્ય બજેટ? કેવું હોય છે બજેટ? કંઈ બાબતો હોય છે? બજેટ 2021-22

જાણવા જેવું/ શું છે સામાન્ય બજેટ? કેવું હોય છે બજેટ? કંઈ બાબતો હોય છે? બજેટ 2021-22

નમસ્તે,


આગામી સમયમાં એટલે કે ૧ ફેબ્રુઆરીએ સરકાર સંસદમાં વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું સામાન્ય બજેટ રજૂ કરશે, જે નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે, જે ત્રીજી વખત બજેટ રજૂ કરશે. ઘણા સમય થી સામાન્ય બજેટ નું ભાષણ લોકસભામાં રજૂ થાય છે, આ વખતે પણ ન્યુ દિલ્હી ખાતે લોકસભામાં બજેટ રજૂ થવાનું છે.


સામાન્ય બજેટનાં એક દિવસ પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવતો હોય છે. જે ૩૧ જાન્યુઆરી એ રજૂ થવાનું છે. પરંતુ તે દિવસે રવિવાર ની રજા હોવાને લીધે લોકસભા બંધ રહેતી હોય છે. 


આર્થિક બજેટ કોણ તૈયાર કરે છે? કેમ તૈયાર થાય છે? સર્વેમાં શું હોય? 


સામાન્ય બજેટ એક મહત્વપૂર્ણ વર્ષનો દસ્તાવેજ હોય છે, જે નાણાં મંત્રી લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરે છે. આ પૂરું બજેટ મુખ્ય આર્થિક સલાહકાર ની આગેવાની માં તૈયાર થાય છે. આ વખતે કૃષ્ણમૂર્તિ સુબરહ્મણ્યમ ની આગેવાની માં બજેટ રજૂ થવાનું છે.


બજેટમાં બે પ્રકારની બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવતું હોય છે.


૧) છેલ્લા એક વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા કઈ રીતે રહી હતી? દેશમાં કૃષિ ક્ષેત્ર ની હાલત કેવી રહી હતી? આપણે કેટલી વસ્તુ આયાત કરી? કેટલી વસ્તુ નિકાસ કરી? રોજગારી કેવી રહી? વગેરે વિષયો પર સર્વે કરી અહેવાલ રજૂ કરવામાં આવતો હોય છે.


૨) આવતા વર્ષે ક્યાં ક્ષેત્ર કેટલી વૃદ્ધિ થશે? નાણાંકિય અર્થ વ્યવસ્થા કેવી રહેશે? કેવી ચાલશે? અથવા તો ખરાબ છે તો તે કેમ સુધરશે, તેનો અહેવાલ રજૂ કરવામાં આવતો હોય છે.


જેમાંની બજેટમાંથી બેરોજગારી ની વાત કરીએ તો છેલ્લા દાયકામાં બેરોજગારી નો દર ૨ ટકા હતો. હાલ દેશમાં ૯% બેરોજગારી નો દર છે તેથી આ સર્વેક્ષણ ની સ્થિતિમાં બહાર આવવા ધ્યાન કેન્દ્રિત વધુ થશે એવું અનુમાન છે. અને કોરોના ની મહામારી ને લીધે ઘણા લોકો બેરોજગાર થયા છે. તો બેરોજગારી ની બાબત પર વધુ ધ્યાન કેન્દ્રિત થશે.