આજે ગૂગલે પોતાના હોમપેજમાં winter solstice ની તસ્વીર મૂકી છે. આજે 21 Dec ના દિવસે સાંજે ગુરુ અને શનિ ગ્રહ એકબીજાની તદ્દન નજીક આવી જશે. આજનો દિવસ શિયાળાની શરૂઆતનો સંકેત સૂચવે છે.
આ એક ખાસ ખગોળીય ઘટના છે જે સેકન્ડો વર્ષો માં એક વાર જોવા મળે છે. લગભગ 397 વર્ષ પહેલાં આવી ઘટના બની હતી. આ પહેલા આવી ઘટના થઈ હતી ત્યારે ભારતમાં મુઘલ જહાંગીર નું શાસન હતું. જેણે ત્યારે જોયું બીજી વાર નથી જોઈ શક્યા અને આ વખતે જે જોશે ફરી નઈ જોઈ શકે.
આપણી પૃથ્વી 2 ગોળાર્ધ ધરાવે છે. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ અને આપણો દેશ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. ખાસ કરીને 21 જૂને ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે જે ઉનાળાની શરૂઆત બતાવે છે જ્યારે 22 ડિસેમ્બર ઉત્તર ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ હોય છે જે શિયાળાની શરૂઆત બતાવે છે.
આજે 21 ડિસેમ્બર ના રોજ સાંજના સમયે ગુરુ અને શનિ ગ્રહ એકબીજાની નજીક આવશે જેને જોતા એમ જ લાગશે કે એક જ ગ્રહ છે. આ ખાસ ઘટના ને ડબલ પ્લાનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને ક્રિસમસ સ્ટાર તરીકે પણ ઓળખે છે.
આ ઘટના ને જોવા ઈચ્છતા હોવ તો નરી આંખે જોતા તે એક મોટા ચમકતા તારા જેવો દેખાશે અને જો એકદમ સ્પષ્ટ જોવું હોય તો દૂરબીન અથવા ટેલિસ્કોપ થી જોઈ શકાય છે.