khissu

કોરોના કરતાં ભયંકર હાલ જ ચર્ચા માં આવેલ રોગ મ્યૂકર માઈકોસિસ છે શું?

જ્યારે આખું જગત વિશ્વની ભયાનક વાઈરસ કોરોના વાઈરસ (કોવિડ - ૧૯) ની બીમારી સામે લડી રહ્યું છે. ત્યારે વિશ્વના સમગ્ર દેશો અને કંપનીઓ તેની સારવાર માટે રસી બનાવી રહી છે ત્યારે એક નવો જ ગંભીર રોગ ચર્ચામાં આવેલો.

ડોક્ટરો એ ઘણા કોરોના ના દર્દીઓમાં મ્યૂકર માઈકોસિસ ફંગલ ઇન્ફેક્શન ની પુષ્ટિ કરી છે.

આ રોગ નાકથી શરૂ થઈ ધીમે ધીમે આંખો સુધી પહોંચે છે.

મ્યૂકર માઈકોસિસ આંખોની કીકીઓના આજુબાજુના વિસ્તાર ને લકવો કરી શકે છે. આ રોગ લાંબો સમય સુધી રહે તો આંખોની રોશની જતી રહે છે તેથી આ રોગને બ્લેક ફંગસ અથવા ઝાયગો માઈકોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તે ફંગી (મ્યૂકર માઈકોસિસ) નામની ફુગ થી થાય છે. CDC (Centers for Disease Control and Prevention) ના કહેવા અનુસાર "આ રોગ દુર્લભ પરંતુ ગંભીર ફંગલ ઇન્ફેક્શન મ્યુકોસા તરીકે ઓળખાતા મોલ્ડના જૂથને કારણે થાય છે. આ મોલ્ડ કુદરતી રીતે પર્યાવરણ માં હોય છે.

CDC એ પણ જણાવ્યું હતું કે આ ફુગ મોટા ભાગના લોકો માટે હાનિકારક નથી તેમ છતાં જેમની રોગપ્રતિકારક શકિત ઓછી છે તેને આ ચેપ થઈ શકે છે. અને શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે.

ઘણા ગંભીર કિસ્સમાં આ ચેપના લીધે નાક અને જડબાના હાડકામાં પણ પહોંચે છે. જો તેની સારવાર ના લીધી હોય તો મગજને પણ નુકસાન પહોંચાડી શકે છે.