khissu

ખાતામાંથી પૈસા કપાઈ જાય અને ATM માંથી પૈસા ન નીકળે તો શું કરવું? જાણો આ અંગેની ફરિયાદ કરવાની સંપુર્ણ માહિતી વિગતવાર

હવે લોકો રોકડ ઉપાડ માટે વારંવાર એટીએમનો આશરો લે છે. પરંતુ, કેટલીકવાર એટીએમમાં કેટલીક તકનીકી સમસ્યાઓને કારણે પણ તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો અને ખાતામાંથી પૈસા ઉપડી ગયા પછી પણ તમને પૈસા મળતા નથી.  જો તમને પણ આવી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો.

જો તમે એસબીઆઈ ગ્રાહક છો તો તમે કોઈપણ એટીએમ સંબંધિત સમસ્યા માટે ફરિયાદ કરી શકો છો.  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા માહિતી આપી છે કે તમે એટીએમ સંબંધિત સમસ્યા અંગે કેવી રીતે ફરિયાદ કરી શકો છો. આવી સ્થિતિમાં, એસબીઆઇ બેંકમાં એટીએમ સંબંધિત ફરિયાદ કરવાની પ્રક્રિયા શું છે? તે અંગે માહિતી મેળવીએ.

જો ખાતામાંથી પૈસા કાપવામાં આવે અને રોકડ ન મળે તો શું કરવું?
આરબીઆઈના નિયમો અનુસાર આવી સ્થિતિમાં, આગામી થોડા કાર્યકારી દિવસોમાં ફરિયાદ વિના પૈસા તમારા ખાતામાં જમા થાય છે. જો કે, હજી પણ પૈસા જમા નથી થયા, તો તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો. તમે ઓનલાઇન માધ્યમથી આ અંગેની ફરિયાદ કરી શકો છો. આ માટે, તમારે આ લિંકને અનુસરવી પડશે, તે પછી બેંકમાં ફરિયાદ કરી શકાય છે. આ માટે https://crcf.sbi.co.in/ccf/ under Existing Customer //ATM related//ATM related//Account Debited but cash not dispensed કેટેગરીમાં ફરિયાદ કરી શકો છો. અન્ય ફરિયાદના કિસ્સામાં પણ તમે કેટેગરી બદલી શકો છો.

આ સિવાય તમે એસબીઆઈની હેલ્પલાઈન પર 1800 11 2211 (ટોલ-ફ્રી), 1800 425 3800 (ટોલ-ફ્રી) પર કોલ કરી શકો છો. આ સાથે 080-26599990 પર સવારે 8 થી સાંજ 8 વાગ્યે ફોન કરીને પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

જો ATM માંથી ફાટલી નોટ નીકળે તો શું કરવું?
જો ગ્રાહક ઇચ્છે છે, તો તે સીધા જ બેંકમાં જઈને તેને બદલી શકે છે અથવા જે એટીએમમાંથી ફાટલી અથવા ખરાબ નોટ નીકળી છે બેંકમાં જઈને ફરિયાદ કરી શકો છે, જો બેંક તમારી ફરિયાદ ન દાખલ કરે, તો ગ્રાહક પોલીસ પાસે પણ ફરિયાદ નોંધાવી શકે છે. આ સિવાય કેટલીક જોગવાઈઓ છે, જેના દ્વારા ગ્રાહકો આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના વર્ષ 2017 ના એક્સચેન્જ કરન્સી નોટ નિયમો અનુસાર જો તમને એટીએમમાંથી ફાટલી અથવા ખરાબ નોટ મળે, તો તમે સરળતાથી બદલી શકો છો. માર્ગદર્શિકા મુજબ, કોઈપણ સરકારી બેંક (PSBs) નોટો બદલવાની ના પાડી શકે નહીં.

આરબીઆઈના નિયમો અનુસાર કોઈ પણ બેંક એટીએમમાંથી ફાટલી અથવા ખરાબ નોટ બદલી નાખવાનો ઇનકાર કરી શકશે નહીં. આમ છતાં પણ જો કોઈ પણ બેંકો નિયમોનું ઉલ્લંઘન કરે તો બેંક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. ગ્રાહકની ફરિયાદના આધારે બેંકને 10 હજાર સુધીનું નુકસાન પણ ચૂકવવું પડી શકે છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.