આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે બદલી શકાય? જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી...

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે બદલી શકાય? જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી...

 આજકાલ ઘણી સુવિધાઓ માટે આધાર કાર્ડ જરૂરી બની ગયું છે. પછી ભલે તે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય, ઈન્કમટેકસ રિટર્ન ફાઈલ કરવું હોય અથવા સિમ મેળવવું હોય, કોરોના ટેસ્ટ કરાવવો હોય તો આધાર કાર્ડ જરૂરી બની ગયું છે. પરંતુ મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે આધારમાં આપેલ તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય અથવાતમારો નંબર બંધ થઈ ગયો હોય અથવા ખોવાઈ ગયો હોય.

આધારમાં તમારો મોબાઈલ નંબર બદલવા માટે તમે આ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો.
>> તમારા નજીકના આધાર કેન્દ્ર પર જાઓ.
>> આધાર અપડેટ/કરેક્શન ફોર્મ ભરો.
>> આધાર સાથે જોડાયેલ કરેક્શન ફોર્મ ભરો અને સબમિટ કરો.
>> આ સેવા માટે તમને 30 રૂપિયાનો ખર્ચ થશે, તેને જમા કરાવો.
>> તમને અપડેટ રિકવેસ્ટ નંબર (URN) વાળી સ્લીપ આપવામાં આવશે.
>> URN નો ઉપયોગ કરીને તમે જાણી શકો છો કે તમારો મોબાઈલ નંબર તમારા આધારમાં અપડેટ થયો છે કે નહીં
>> તમારો મોબાઈલ નંબર 90 દિવસમાં આધાર ડેટાબેઝમાં અપડેટ થઈ જશે
>> જો જરૂર હોય તો, તમે UIDAI ના ટોલ ફ્રી નંબર 1947 પર પણ કોલ કરી શકો છો.

કેટલી વાર મોબાઈલ નંબર બદલી શકાય? : તમે તમારો મોબાઇલ નંબર આધાર ડેટાબેઝમાં ગમે તેટલી વખત અપડેટ કરી શકો છો. પરંતુ આમ કરવાથી, જ્યારે પણ તમે તમારું આધાર અપડેટ કરો છો ત્યારે તમારે ફી ચૂકવવી પડશે, જે 30 રૂપિયા છે. જો તમે આધાર બનાવતી વખતે મોબાઈલ નંબર આપ્યો હોય, તો તમારે ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. જો તમારો નંબર બદલાઈ ગયો હોય તો જ આ કામ થઈ શકે છે.

મોટાભાગની સેવાઓ માટે, તમને આધાર સાથે જોડાયેલા નંબર પર OTP મળે છે. એટલે કે, પીએફ, પેન્શન, સિમ અથવા કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે, તમને હંમેશા તે જ નંબર પર ઓટીપી મોકલવામાં આવે છે, જે તમારા આધાર સાથે જોડાયેલ છે, જો તમારો નંબર બદલાઈ ગયો છે અથવા તમે નવો નંબર લીધો છે, તો તરત જ તેને તમારા આધાર સાથે લિંક કરવો જરૂરી છે.