રેશનકાર્ડમાં ઘઉં ચોખા ન આવતા હોય તો શું કરવું ? ફરીથી શરૂ કરવા માટેની પ્રોસેસ શું ? જાણો અહીં

રેશનકાર્ડમાં ઘઉં ચોખા ન આવતા હોય તો શું કરવું ? ફરીથી શરૂ કરવા માટેની પ્રોસેસ શું ? જાણો અહીં

ભારત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને વ્યાજબી ભાવે સરકારી અનાજનો પુરવઠો આપવામાં આવે છે. સરકાર દ્વારા અમલમાં મુકેલી આ યોજના લાભ અને યોગ્ય સહાય મળી શકે તે હેતુથી રેશન કાર્ડમાં ઘઉં અને ચોખા લેવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. તેમજ સાથે કેટલાક ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે.

વ્યાજબી ભાવે સસ્તા અનાજની દુકાને ઘઉં અને ચોખનો જથ્થો આપવામાં આવે છે.ગુજરાતમાં લગભગ દરેક ગામમાં રાહત દરના અનાજની દુકાન હોય છે. ત્યારે ઘણી વખત યોગ્ય હોવા છતાં પણ આ યોજનાનો લાભ મળતો નથી તેમજ અચાનક અનાજ નો જથ્થો આવતો બંધ થઈ જાય છે. આજે આ લેખની મદદથી તમને તમામ માહિતી મળી જશે.

આ પણ વાંચો: રેશનકાર્ડ ધારકોના હિતમાં કેન્દ્ર સરકારનો નિર્ણય! દેશભરમાં રાશનનો નવો નિયમ લાગુ

રેશનકાર્ડમાં ઘઉં ,ચોખા મેળવવા માટેની પાત્રતા
1) રેશનકાર્ડ NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યોરીટી એકટ હેઠળ આવતું હોવું જોઈએ.
2) અંત્યોદય યોજના ધરાવતું હોય/PHHની અગ્રતા ધરાવતું હોય /BPL કાર્ડ હોય તેને આ લાભ મળવા પાત્ર છે.
(જો આ પાત્રતા હશે તો અમને પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત પણ વિના મુલ્યે અનાજ મળશે.)

રેશન કાર્ડ NFSA ન હોય તો શું કરવું?
ઘણી વખત પાત્રતા ધરાવતા હોવા છતાં કેટલાક લોકોને આ લાભ મળતો નથી. તેનું કારણ તમારું રેશનકાર્ડ NFSA ન થયું હોય તો પણ હોય શકે. જો તમારે રેશનકાર્ડ NFSA કરવું હોય તો કેટલાક ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે.જે નીચે મુજબ છે.

1) આવકનો દાખલો (1,20,000 સુધીની વાર્ષિક)
2) રેશન કાર્ડની ઝેરોક્ષ 
3) આધાર કાર્ડ (ઘરના તમામ સભ્યોના)
4) ચુંટણી કાર્ડ (તમામ સભ્યોના) 18 વર્ષથી ઉપરના
5) બેંક પાસબુકની ઝેરોક્ષ (મુખ્ય વ્યક્તિની)
6) BPL નો દાખલો જો હોય તો

મામલતદાર કચેરીએ જઈ અન્ન ધન યોજનાનું એક ફોર્મ ભરી તેની સાથે આ તમામ ડોક્યુમેન્ટ્સ જોડી મામલતદાર કચેરીમાં જમા કરવી દો.3 મહિનાની અંદર સંપૂર્ણ ચકાસણી થયા બાદ તમને અનાજ મળવાની શરૂઆત થઇ જશે.

આ પણ વાંચો: 12મા ધોરણની છોકરીઓને મળશે 6 હજાર રૂપિયા, આ સરકારી યોજનામાં તરત જ અરજી કરો

અનાજ ન મળવાનું કારણ શું? / મળતું હોય તો બંધ થવાનું કારણ શું?
જો તમારું રેશનકાર્ડ NFSA ન હોય તો અનાજ નહી મળે.જો NFSA છે અને અનાજ આવતું હોય થોડા સમય પછી બંધ થઈ ગયું હોય તો આવું બની શકે છે.

અથવા તમે ફરીથી શરુ કરવા માટે અરજી કર્યા પછી પણ શરુ ન થયું તો ડોક્યુમેન્ટ્સનું કારણ પણ હોઈ શકે. અનાજ ન મળવાના અમુક કારણો પણ જવાબદર છે જે નીચે મુજબ છે.

1) નિયત ધોરણ કરતા વધુ આવક હોય
2) નિયત ધોરણ કરતા વધુ જમીન હોય 
3) ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હોય 
4) કુટુંબનું કોઈ સભ્ય ટેક્સ ભરતું હોય 
5) અરજી માટે પૂરતા પુરાવા ન આપ્યા હોય 
6) ઘરમાં કોઈ પાસે 4 વ્હીલ ગાડી હોય

ફરિયાદ નિવારણ
સરકારની કોઈ પણ સહાયમાં ગેરરીતી થતી હોઈ અથવા તો કોઈ યોજનાનો યોગ્ય લાભ ન મળતો હોય તો યોજના માટે ફરિયાદ પણ નોંધાવી શકાય છે.જેમાં આ યોજનામાં પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો.

જો તમને અનાજ ઓછું મળતું હોય અથવા કોઈ ગેરરીતી થતી હોય તો ટોલ ફ્રી નંબર પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.
1) અન્ન અને રેશનકાર્ડ સબંધિત હેલ્પ લાઈન નંબર 
1800 233 5500
2) ગુજરાત રાજ્ય માટે ગ્રાહક હેલ્પ લાઈન નંબર 
1800 233 0222