બજેટ બાદ શું સસ્તું થશે અને શું મોંઘુ થશે? જાણી લો ખાસ

બજેટ બાદ શું સસ્તું થશે અને શું મોંઘુ થશે? જાણી લો ખાસ

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને પહેલી ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ દરેક ક્ષેત્રમાં ફાળવવામાં આવ્યું હતું, જે બજેટ પછી ઘણી વસ્તુઓ સસ્તી થશે અને ઘણી વસ્તુઓ મોંઘી થશે. 

બજેટ બાદ સસ્તી થતી વસ્તુ? 

​​​​​​¬ સ્ટીલ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 7.5 ટકા કરી દેવામાં આવી છે.

¬ તાંબા પરની કસ્ટમ ડયુટી ઘટાડીને 2.5 કરવામાં આવી છે. 

¬ સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

 ૧) તાંબાની વસ્તુઓ, સોનું- ચાંદી, સ્ટીલ, સ્પેશિયલ લેધરનો સામાન સસ્તો થશે. 

૨) કસ્ટમ ડયુટી ઘટાડવામાં આવી છે કે દરેક પ્રોડક્ટ

બજેટ બાદ શું મોંઘુ થશે? 

૧) આયાતી કપડા, આયાતી ખાદ્ય તેલ, આયાતી ઑટો પાર્ટ્સ મોંઘા થશે. 

૨) મોબાઇલ ડિવાઇસ પર કસ્ટમ ડ્યૂટી ૨.૫ ટકા રહેશે, જેથી મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે. 

૩) મોબાઇલ સિવાય બીજાં ઇલેક્ટ્રિક ઉપકરણો પણ મોંઘા થશે. 

૪) ઓટો પાર્ટ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવે છે જે ૧૫%. કરવામાં આવી છે જેથી તે મોંઘા થવાની શક્યતા છે. 

૫) સરકારે પેટ્રોલ પર ૨.૫ રૂપિયા અને ડીઝલ પર ૪ રૂપિયા એગ્રી સેસ વધારવાનો નિર્ણય જાહેર કર્યો છે. જે અંતર્ગત પેટ્રોલ અને ડીઝલ નાં ભાવો હજી વધશે. 

જ્યારે ઇન્કમટેક્સમાં કોઈ ફેરફાર નહીં : ન સ્લેબ બદલાયો કે ન કોઈ જાહેરાત. મધ્યમ વર્ગના લોકોની માંગ હતી અને આશા પણ હતી કે સરકાર બજેટમાં IT માં ફાયદો આપશે પરંતુ IT બાબત કોઈ જાહેરાત નથી થઈ, માત્ર ૭૫ વર્ષે અથવા તેનાથી વધારે વયના લોકોને IT રિટર્ન ભરવામાંથી મુક્તિ આપી છે. 

ઘર માટે વ્યાજમાં ૧.૫ લાખની ૧ વર્ષ માટે એકસ્ટ્રા છૂટ આપવામાં આવી છે. 

જાણો બજેટ માં કોને શું - શું મળ્યું? 

1)  ગરીબો માટે શું જાહેરાત? 

ઉજ્જવલા ગેસ યોજનામાં હજી પણ 1 કરોડ વધુ મહિલાઓને સમાવી લેવામાં આવશે. ઉજ્વલા યોજના માટે બજેટ ફાળવાની.

વન નેશન વન રેશનકાર્ડ પ્રોજેક્ટ ભારતનાં ૩૨ રાજ્યોમાં અમલ કરવામાં આવશે જેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા લોકોને રાશનકાર્ડ બદલવું નહીં પડે.

2) ખેડૂતો માટે બજેટમાં શું જાહેરાત? 

૨૦૨૨ સુધી માં સરકારની યોજનાઓ થકી ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો થશે.

ખેડૂતોની મહેનતનું ફળ જલ્દી મળે તે માટે ખેતપેદાશોની ખરીદીનું કામ ઝડપથી શરૂ થશે. ખેડૂતોએ કરેલા ખર્ચ કરતા દોઢ ગણી રકમ (MSP આપવાનાં) આપવાના પ્રયાસ કરાશે. જેના માટે ૧૦૦૦ APMC વધુ online કરાશે.

જે પાકો ઝડપથી ખરાબ થઈ જાય છે તેવા ૨૨ પાકો નો ઓપરેશન ગ્રીન સ્કીમમાં સમાવેશ કરવામાં આવશે.

હવે એગ્રીકલ્ચર ઈન્ફાસ્ટ્રક્યર ફંડ સુધી APMC ની પણ પહોંચ હશે.

MSP મામલે મૂળભૂત પરિવર્તન થશે જેમાં દોઢ ગણી વધુ MSP ખેડૂતોને આપવાનો પ્રયાસ કરાશે.ખેડૂતોને ૭૫ હજાર કરોડથી વધુ રકમની ફાળવણી કરી. જેમાં સિંચાઈ માટે ૫ હજાર કરોડ, દાળ પકવતા ખેડૂતો માટે ૧૦ હજાર કરોડ, અનાજ પકવતા ખેડૂતો માટે ૧.૭૨ લાખ કરોડ રૂપિયા ચૂકવાશે.

પશુપાલન અને ડેરી ઉદ્યોગ ના વિકાસ માટે ૪૦ હજાર કરોડ ફાળવવામાં આવ્યા.

૨૦૨૦-૨૧ માં એગ્રીકલ્ચર ક્રેડિટ ટાર્ગેટ ૧૬.૫ લાખ કરોડનો રાખવામાં આવ્યો છે. સાથે દેશમાં પાંચ નવા કૃષિ હબ બનાવવા માં આવશે.

કોચી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઆઘાટ જેવા શહેરોમાં 5 મોટા ફિશિંગ હાર્બર બનાવાશે.

૩) રેલવે ક્ષેત્રે બજેટમાં શું જાહેરાત? 

રાષ્ટ્રીય રેલવે પરિયોજના ૨૦૩૦ થી શરૂ કરવામાં આવશે. ભારતીય રેલવે ના વિકાસ માટે  ૧,૧૦,૦૫૫ કરોડ રૂપિયાની ફાળવણી કરાશે.

મેટ્રો ટ્રેન માટે ૧૧ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

ટ્રેનમા લકઝરી કોચ લગાવવામાં આવશે અને રેલવેનું ઇલેકટ્રીફિકેશન કરવામાં આવશે.

૪ મોબાઇલ ક્ષેત્રે બજેટમાં શું જાહેરાત ?

મોબાઈલ ડીવાઈસીસ પર કસ્ટમ ડ્યુટી ૨.૫ ટકા રહેશે જેથી મોબાઇલ અને ચાર્જર વગેરે મોંઘા થવાની  સંભવના રહેશે. આ ઉપરાંત બીજા ઇલેકટ્રીક ઉપકરણો પણ ખર્ચાળ બનશે. 

૫) ઓટો પાર્ટ્સ ક્ષેત્રે જાહેરાત ? 

ઓટો પાર્ટ્સ પર પણ કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી. જે વધારીને ૧૫% કરી દીધી જેથી ઓટો પાર્ટ્સ પણ મોંઘા થવાની શક્યતા છે.

૬) હેલ્થ ક્ષેત્રે બજેટમાં જાહેરાત? 

નાણામંત્રીએ બજેટમાં આત્મનિર્ભર સ્વાસ્થ્ય ભારત યોજના વિશે જાહેરાત કરી જે અંતર્ગત ૬૪,૧૮૦ કરોડ રૂપિયા ફાળવવાની જોગવાઈ કરી.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમૃત યોજનાને આગળ વધારવા માટે ૨,૮૭,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવાની જોગવાઈ કરી.

મિશન પોષણ ૨.૦ ની જાહેરાત કરી અને કુપોષણને નાબૂદ કરવાના પગલાં લેવાશે.

કોરોના સામે લડવા માટે કોવિડ ૧૯ વેકસીન વિકસાવવા ૩૫ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આ ઉપરાંત કોવિડ ૧૯ સામે લડવા આત્મ નિર્ભર પેકેજ હેઠળ ૨૭.૧ લાખ કરોડ રૂપિયા ની જોગવાઈ કરવામાં આવી.

આ માહિતી ગુજરાત નાં દરેક લોકો જાણી શકે તે માટે શેર કરો.

- આભાર