khissu

રેશનકાર્ડ ધારકોને એપ્રિલ માસમાં શું શું મળશે? પુરતો જથ્થો ન મળે તો ક્યાં ફરિયાદ કરવી? જાણો માહિતી વિગતવાર

નમસ્કાર મિત્રો.

જો તમારી પાસે રેશન કાર્ડ છે જેમાં APL, BPL કે અંત્યોદય હેઠળ નું રેશનકાર્ડ હોય તો તમને એપ્રિલ મહિનામાં કેટલું અનાજ મળશે ? તેની વિગતવાર માહિતી જાણીશું.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ લાભાર્થીઓને એપ્રિલ મહિનામાં પોતાનો આધાર નંબર લિંક કરીને ગુજરાતમાં આવેલ તમામ રેશનિંગની દુકાનો પર થી સરકાર દ્વારા મળતી આવશ્યક વસ્તુઓ કેટલી મળશે તેનું લીસ્ટ ગુજરાત સરકારે બહાર પડી દીધું છે.

અગ્રતા ધરાવતા કુટુંબોને નીચે મુજબ અનાજ મળવાપાત્ર રહેશે.

અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 3.500 કિ. ગ્રામ ઘઉં મળશે એટલે કે સાડા ત્રણ કિલો અનાજ મળવાપાત્ર રહેશે, જેનો ભાવ 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહેશે. એવી રીતે ચોખા પણ વ્યક્તિ દીઠ 1.500 કિ. ગ્રામ મળવાપાત્ર રહેશે, જેનો ભાવ 3 રૂપિયા પ્રતિ કિલો રહેશે. તુવેર દાળ દરેક કાર્ડ દીઠ 1 કિલો મળવાપાત્ર રહેશે, જેનો ભાવ 61 રૂપિયા પ્રતિ કિલો રહેશે.

જે લાભાર્થીઓને કેરોસીન મળે છે તેવા બીપીએલ લાભાર્થી, અંત્યોદય લાભાર્થી બન્ને કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 2 લિટર કેરોસીન અને વધુમાં વધુ 8 લિટર મળવાપાત્ર રહેશે, જેનો ભાવ તમારા સ્થાનિક કલેકટરશ્રી એ નક્કી કરેલ રાહત દરે મળવાપાત્ર છે.

બીપીએલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને જે ખાંડ મળે છે તે વ્યક્તિ દીઠ 0.350 કિ. ગ્રામ મળવાપાત્ર છે, જેનો ભાવ 22 રૂપિયા પ્રતિ કિલો રહેશે.

જે લાભાર્થીઓને અંત્યોદય કાર્ડ ધરાવે છે તેને વધુમાં વધુ 6 વ્યક્તિઓ હોય તેને રેશનકાર્ડ દીઠ ૧ કિલો મીઠું મળશે, જેનો ભાવ 1 રૂપિયો પ્રતિ કિલો રહેશે. બીપીએલ રેશનકાર્ડ ધરાવતા લોકો કે જેમાં 6 વ્યક્તિથી વધુ હોય તેને એક રેશનકાર્ડ દીઠ 2 કિલો મળવાપાત્ર રહેશે. જેનો ભાવ 1 રૂપિયો પ્રતિ કિલો રહેશે.

AAY અંત્યોદય કુટુંબોને એક રેશનકાર્ડ દીઠ 25 કિલો ઘઉં મળશે જેનો ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો રહેશે. તે મુજબ ચોખા એક કાર્ડ દીઠ 10 કિલો માળવપાત્ર રહેશે, જેનો ભાવ એક કિલો દીઠ 3 રૂપિયા રહેશે. આવી જ રીતે તુવેર દાળ પણ કાર્ડ દીઠ 1 કિલો મળવાપાત્ર રહેશે. જેનો ભાવ 61 રૂપિયા પ્રતિ કિલો રહેશે અને ખાંડ નીયમિત એક કાર્ડ પર ત્રણ વ્યક્તિ દીઠ 1 કિલો મળશે જેનો ભાવ 15 રૂપિયા પ્રતિ કિલો રહેશે.

જો લાભાર્થીઓને પોતાનો મળવાપાત્ર જથ્થો સમયસર ન મળતો હોય અથવા જથ્થો પૂરતાં પ્રમાણમાં ન મળે અને તમને જે અનાજ મળે છે તેની ગુણવત્તા થી તમે અસંતોષ હોવ તો અથવા તમે જે અનાજ લીધું છે તેની રસીદ મળતી ન હોય તો તે દુકાન સાથે સંકળાયેલા સભ્યોનો સંપર્ક કરીને જિલ્લા કલેકટરશ્રીને ફરિયાદ કરી શકો છો.

રેશનકાર્ડ ને લગતી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu એપ્લીકેશન ડાઉનલોડ કરી લો.


 

ક્રમ         વિગત          વસ્તુ      મળવાપાત્ર જથ્થો (કિ.ગ્રા)      ભાવ પ્રતિ કિ.ગ્રા.

એપીએલ (APL)
 

ઘઉં

વ્યક્તિ દીઠ   ૩.૫૦૦

૨.૦૦

 

 

ચોખા

વ્યક્તિ દીઠ   ૧.૫૦૦
 

૩.૦૦

 

 

તુવેરદાળ

કાર્ડ દીઠ   ૧.૦૦૦

૬૧.૦૦

બીપીએલ (BPL)

ઘઉં
 

વ્યક્તિ દીઠ   ૩.૫૦૦
 

૨.૦૦
 

 

 

ચોખા
 

વ્યક્તિ દીઠ   ૧.૫૦૦
 

૩.૦૦
 

 

 

તુવેરદાળ
 

કાર્ડ દીઠ   ૧.૦૦૦
 

૬૧.૦૦
 

 

 

ખાંડ-નિયમિત

વ્યક્તિ દીઠ   ૦.૩૫૦
 

૨૨.૦૦

 

 

આયોડાઈજ મીઠું

૬ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ   ૧.૦૦૦

૧.૦૦

 

 

 

૬ થી વધુ વ્યક્તિ માટે કાર્ડ દીઠ   ૨.૦૦૦
 

૧.૦૦

 

 

કેરોસીન (પાત્રતા ધરાવતાં) 

વ્યક્તિ દીઠ ૨ લીટર/ વધુમાં વધુ   ૮ લીટર
 

સ્થાનિક કલેક્ટર દ્વારા નક્કી કરેલ ભાવ

અંત્યોદય કુટુંબો

ઘઉં
 

કાર્ડ દીઠ   ૨૫.૦૦૦
 

૨.૦૦

 

 

ચોખા
 

કાર્ડ દીઠ   ૧૦.૦૦૦
 

૩.૦૦

 

 

તુવેરદાળ
 

કાર્ડ દીઠ   ૧.૦૦૦
 

૬૧.૦૦

 

 

ખાંડ-નિયમિત
 

૩ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ ૧.૦૦૦

૧૫.૦૦

 

 

 

૩ થી વધુ વ્યક્તિ માટે વ્યક્તિ દીઠ ૦.૩૫૦
 

૧૫.૦૦

 

 

આયોડાઈજ મીઠું
 

૬ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ   ૧.૦૦૦
 

૧.૦૦

 

 

 

૬ થી વધુ વ્યક્તિ માટે કાર્ડ દીઠ   ૨.૦૦૦
 

૧.૦૦

 

 

કેરોસીન 
 

વ્યક્તિ દીઠ ૨ લીટર/ વધુમાં વધુ   ૮ લીટર
 

સ્થાનિક કલેક્ટર દ્વારા નક્કી કરેલ ભાવ