khissu

મેષ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? વાવણી ક્યારે થશે? અંબાલાલ પટેલની આગાહી, શું રથયાત્રા નીકળશે? વગેરે માહિતી જાણો ટૂંકમાં

હવે વાવણી ક્યારે? ગુજરાતમાં ચોમસાનુ આગમન હજુ સુધી સંપૂર્ણપણે નથી થયું. એવામાં અંબાલાલ પટેલે કહ્યું છે કે જેઠ સુદ બીજે વરસાદ ગાજે તો ઘડ ગાજ્યું ગણાય અને બીજા સંજોગો ખરાબ હોય તો વરસાદ થતો નથી. 8 તારીખે મૃગશીર્ષ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થાય છે. અને મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થાય તો ઊભા પાકમાં જીવાત પડવાની સંભાવના રહે છે. આ વખતે મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના છે. જો કે 15 થી 19 જૂનમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ વખતે સૌરાષ્ટ્રનાં ભાગોમાં ભીમ અગિયારસ નાં રોજ વાવણી થવાની સંભાવના છે. તારીખ 22 અને 23 માં ઉત્તર ભારતના ભાગોમાં પણ વરસાદ થવાની શકયતા છે.  ચોમાસુ સક્રીય થાય એ સમયે નિરંતર વરસાદ થાય. વરસાદ પવન સાથે થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

રથયાત્રા અંગે નિર્ણય:- રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હવે કોરોના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. છતાં લોકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. તેને જણાવ્યું હતું કે રાજ્યમાં કેસો ઘટી રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં રથયાત્રા યોજવા અંગે નિર્ણય લઈ શકે છે. રૂપાણીએ કહ્યું હતું કે આપણે લોકડાઉન વિના જ કોરોના ને હરાવ્યો છે. સ્થિતિ નિયંત્રણમાં આવતી જાય છે. પરંતુ અમદાવાદ ખાતે રથયાત્રા કાઢવી કે નહિ તે  યોગ્ય સમયે જ નિર્ણય લેવાશે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે રથયાત્રાની તૈયારીઓ ને લઈ ઉચ્ચ પોલીસ કોન્ફરન્સ થી ચર્ચા કરી હતી. રથયાત્રા ને લઈને મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આજથી ખુલશે ભક્તો માટે દ્વાર:- કોરોના જેવી વૈશ્વિક મહામારી નાં કારણે રાજ્યમાં તમામ યાત્રાધામો જેવા કે સોમનાથ, દ્વારકા, સાળંગપુર. વગેરે મંદિરો બંધ હતા. હવે કોરોના સંક્રમણ ઘટવાને કારણે આજથી મોટા ભાગના મંદિરો ખુલ્લા મુકાશે. જેમાં સોમનાથ, દ્વારકા, શામળાજી, ચોટીલાનો સમાવેશ થાય છે. જ્યારે વડતાલ અંબાજી અને 15 જૂનથી બગદાણા ખુલશે. સરકારશ્રી ની ગાઇડલાઇન મુજબ મંદિરો ખોલવાની મંજુરી આપી છે. તમામ મંદિરોમાં 50 થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

મેષ રાશિફળ:- અચાનક કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત મનમાં પ્રસન્નતા લાવશે. છેલ્લા થોડા સમયથી જે કાર્ય પ્રત્યે તમને અસફળતા મળી રહી હતી આજે તે કાર્ય ઉકેલાઈ શકે છે. રોકાણને લગતી ગતિવિધિઓમાં રિસ્ક ન લેશો. ધ્યાન રાખજો કે વધારે વ્યવહારિક રહેવું પણ સબંધોમાં વિવાદ ઉભો કરી શકે છે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓનો ઉકેલ શોધો અને ખર્ચમાં પણ કાપ રાખો. સ્વાસ્થ્યમાં કોઈને કોઈ નાના મોટા ઉતાર ચઢાવ આવી શકે છે. કાર્ય ક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થાને હાલ સારી જાળવી રાખવાની જરૂરિયાત.

શિક્ષણ વિભાગ:- ધોરણ 12 પછી હવે ધોરણ 10 નાં વિદ્યાર્થિઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે સરકારે અગાઉ માસ પ્રમોશન નાં નિયમોમાં LC ની અંદર માસ પ્રમોશન નો ઊલ્લેખ કરવાનું જણાવ્યું હતું. પરંતુ વિવાદ થવાના કારણે સરકારે નિર્ણય ફેરવ્યો છે. ધોરણ 10નાં વિધાર્થીઓ ને અપાતા LC માં હવે માસ પ્રમોશન નહિ લખાય. ધોરણ 10ની પરિક્ષા રદ થતાં સરકારે રેગ્યુલર 8 લાખથી વધુ વિદ્યાર્થીઓને માસ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. હવે જે વિદ્યાર્થી ધોરણ 10 માંથી 11 માં જશે તો પણ નિયમ મુજબ LC આપવાનું રહેશે. ત્યારે તમામ વિદ્યાર્થિઓને LC આપવાનું થતું હોય ત્યારે એક સાથે તમામને માસ પ્રમોશન આપ્યાનો ઉલ્લેખ થાય તો મુશ્કેલી થઈ શકે તેમ છે.

હાય રે ! મોંઘવારી:- કોરોના કાળમાં લોકોને વાયરસ સિવાય મોંઘવારીના માર થી પણ ડરવાનો વારો આવી ગયો છે. ચુંટણી પૂરી થતાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જો કે હાલ પેટ્રોલ ડીઝલ નાં ભાવ સ્થિર છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. પરંતુ બુધવારે પેટ્રોલ 25 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 25 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. રાજસ્થાન નાં શ્રી ગંગાનગર માં પેટ્રોલ 106.64 રૂપિયા પ્રતિ લીટર ની સપાટીએ પહોંચી ગયું છે. રાજ્યનુ સ્થાનિક વેટ જુદું જુદું હોવાથી પેટ્રોલ ડીઝલ નાં ભાવ અલગ અલગ હોય શકે. તમે હવે ફોન દ્વારા પણ પેટ્રોલ ડીઝલ નાં ભાવ જાણી શકો છો. જેના માટે તમારે 9224992249 પર SMS મોકલવાનો રહેશે. દેશના દરેક પેટ્રોલ પંપ પર દરરોજ સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ પડે છે.

ખેડૂતો માટે નવી યોજના:- ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. કુદરતી આપત્તિમાં  ખેડૂતો માટે કિસાન સહાય યોજના ને મંજુરી આપવામાં આવી છે. ખરીફ ઋતુ 2021 માં ખેડૂતો મારે સરકારની યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાથી 53 લાખ કરતા વધુ લોકોને લાભ મળશે. 33 થી 60 ટકા નુકસાનમાં પ્રતિ હેકટર દીઠ 20 હજારની સહાય આપવામાં આવશે. જે 4 હેકટર ની મર્યાદામાં સરકાર સહાય આપશે. 60% થી વધુ નુકસાન ધરાવતા વિસ્તારોમાં 25 હજાર સહાય ચૂકવાશે. આ યોજનામાં રાજ્યના નાના મોટા અને સીમાંત ખેડૂતો લાભ આપવામાં આવશે. આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને S.D.R.F. યોજનાની જોગવાઈઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.

વાઇટ ગોલ્ડ ઓલ ટાઇમ હાઈ:- કોરોના ની બીજી લહેર સમગ્ર વિશ્વમાં ઘાતક બની હતી. ગુજરાતમાં કોરોના સંક્રમણ રોકવા રાજકોટ સહિત મોટાભાગના માર્કેટ યાર્ડ બંધ હતા. હાલ કોરોના સંક્રમણ કાબૂમાં આવતા તમામ માર્કેટ યાર્ડ શરૂ થઈ ગયા છે. રાજકોટ નુ બેડી યાર્ડ ફરી ધમધમતું થઈ ગયું છે. યાર્ડમાં બાજરી, ચણા, રજકા નુ બી, કપાસ વગેરેની આવકો શરૂ થઈ ગઈ છે. ગઇકાલે કપાસના ભાવ હરરાજીમાં 1590 બોલાયા હતા. ખેડૂતો પાસેથી કપાસની માંગમાં વધારો કરાયો છે. કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. નિષ્ણાતો કહે છે કે આગળ પણ કપાસના ભાવમાં વધારો થઈ શકે છે જે 1600 ની સપાટીએ પહોંચી શકે છે. વિદેશોમાં પણ કપાસની માંગ વધી છે. જેથી એક્સપોર્ટ્સ અને જીનર્સ હાલ મોટા પાયે ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

ચોમાસુ આવવાનાં એંધાણ:- ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદે દસ્તક આપી છે.  અમરેલી જિલ્લામાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું હતું. જિલ્લામાં હજુ વાવાઝોડુ પત્યું જ છે ત્યાં વરસાદ વરસવા લાગ્યો છે. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. કુલ વરસાદ પાંચ ઇંચ જેટલો નોંધાયો હતો. મુંબઈમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતમાં પણ ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થયું છે. હાલ ચોમાસુ સુરત થી પસાર થઈ રહ્યું છે. જેથી IMD વિભાગે બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હળવા ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કર્ણાટક, લક્ષદ્વીપ, ગોવા, મહારાષ્ટ્ર નાં દરિયા કાંઠે 60 km ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

કોરોના અપડેટ:- કોરોના વાયરસ નો પાયરો હજુ પૂરો નથી થયો. વિશ્વમાં દર ત્રીજુ ચોથું મૃત્યુ ભારતમાં જ થઈ રહ્યું છે. એટલું જ નહિ, ભારત બીજો દેશ છે જ્યાં હજી પણ મહત્તમ સંખ્યામા લોકોને કોરોના વાયરસ થી ચેપ થાય છે. અમેરિકા પ્રથમ નંબર છે. ભારતમાં કોરોના વાયરસને કારણે વિકટ પરિસ્થિતિ હવે નિયંત્રણમાં આવી છે. સતત ત્રીજા દિવસે ચેપના એક લાખ કરતાં ઓછા નવા કેસ નોંધાય રહ્યા છે. આરોગ્ય મંત્રાલય નાં આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 94,052 નવા કેસ આવ્યા છે. અને 6148 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, 1,51,367 લોકો કોરોના થી સાજા પણ થયા છે. એટલે કે છેલ્લા દિવસે 63, 463 એક્ટિવ કેસ નોંધાયા હતા.  સતત 28માં દિવસે કોરોના વાયરસનાં નવા કેસો કરતા વધુ રિકવરી મળી છે. ગઇકાલે 33 લાખ 79 હજાર રસી આપવામાં આવી હતી. આ સાથે જ અત્યાર સુધીમાં 37 કરોડ 21 લાખ કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.