khissu

હવે આ યૂઝર્સ what's app નો ઉપયોગ નહિ કરી શકે, શું તમારો ફોન પણ આ લિસ્ટમાં છે? તો ફટાફટ જાણી લો..

આજના સમયમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે પોતાના સ્માર્ટફોન પર વોટ્સએપ ડાઉનલોડ નહિ કર્યું હોય.  વોટ્સએપ એક એવી મેસેજિંગ એપ છે જે દરેક ઉંમર અને દરેક પ્રકારના યુઝર્સને કેવી રીતે ખુશ કરવી તે જાણે છે. આજે જો સંબંધીઓ અને મિત્રો દૂર રહ્યા પછી પણ એકબીજા સાથે જોડાયેલા હોય, તો તેના માટે વોટ્સએપ મહત્વનું કારણ છે. પરંતુ આવા કેટલાક કારણો સામે આવ્યા છે જે કેટલાક સ્માર્ટફોન પર વોટ્સએપની એપ પર પ્રતિબંધ મુકી દેશે.

વોટ્સએપ હવે 1 નવેમ્બરથી કેટલાક સ્માર્ટફોનમાં સપોર્ટ કરશે નહિ. આમાં એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર આધારિત સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, વોટ્સએપ હવે એન્ડ્રોઇડ 4.0.4 પર ચાલતા સ્માર્ટફોન પર કામ કરશે નહીં. બીજી બાજુ, જો તમે iOS 9 આધારિત ફોનનો ઉપયોગ કરો છો, તો 1 નવેમ્બર પછી, તમે તેમાં WhatsApp નો ઉપયોગ કરી શકશો નહીં.

એપલ iOS અને એન્ડ્રોઇડ, બંને ઓપરેટિંગ સિસ્ટમ સાથે મળીને, આવા 40 જેટલા સ્માર્ટફોન છે જેના પર વોટ્સએપ સપોર્ટ ટૂંક સમયમાં બંધ થઇ જશે એટલે કે આ સ્માર્ટફોન પર વોટ્સએપ પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ સ્માર્ટફોન્સમાં સેમસંગ ગેલેક્સી S3 મિની, સેમસંગ ટ્રેન્ડ II, સેમસંગ ટ્રેન્ડ લાઇટ, સેમસંગ કોર, સેમસંગ એસ 2, એલજી ઓપ્ટીમસ F7, F 5, L 3 II ડ્યુઅલ, F 7 II, F 5 II, સોની એક્સપિરીયા, હવાઈ એસેન્ડ મેટ, એસેન્ડ D 2, એપલ iPhone SE, 6S અને 6S પ્લસ નો સમાવેશ થાય છે.

આ સીવાય LG Lucid 2, LG Optimus F7, LG Optimus F5, LG Optimus L3 II Dual, LG Optimus F5, LG Optimus L5, LG Optimus L5 II, LG Optimus L5 Dual, LG Optimus L3 II, LG Optimus L7, LG Optimus L7 II Dual, LG Optimus L7 II, LG Optimus F6, LG Optimus L4 II Dual, LG Optimus F3, LG Optimus L4 II, LG Optimus L2 II માં પણ 1 નવેમ્બર બાદ what's app નો ઉપયોગ કરી શકશો નહિ.