હવે વોટ્સએપ દ્વારા પણ ભરી શકાશે IPO, આ કંપનીએ શરૂ કરી સેવા

હવે વોટ્સએપ દ્વારા પણ ભરી શકાશે IPO, આ કંપનીએ શરૂ કરી સેવા

ઓનલાઈન બ્રોકરેજ કંપની અપસ્ટોક્સ(Upstox)એ રોકાણકારોને મોટી સુવિધા આપી છે. કંપનીએ બુધવારે કહ્યું કે, અપસ્ટોક્સથી IPOમાં પણ WhatsApp દ્વારા રોકાણ કરી શકાય છે. તેમજ વોટ્સએપ પર ડીમેટ એકાઉન્ટ પણ ખોલી શકાય છે. WhatsAppની ઉપલબ્ધતાને જોઈને, Upstox એ આ શ્રેષ્ઠ સુવિધા શરૂ કરી છે જેથી મોટાભાગના લોકો IPO ખરીદી શકે.

અપસ્ટોક્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે તેના ગ્રાહક આધારને વધારવા માંગે છે અને તેને હાલના 70 લાખ ગ્રાહકોથી વધારીને 1 કરોડ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. અપસ્ટોક્સનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2022 ના અંત સુધીમાં તેના બ્રોકરેજ પ્લેટફોર્મમાં 1 કરોડ લોકોને ઉમેરવાનું છે. માત્ર ઓક્ટોબર મહિનામાં જ 10 લાખ લોકો અપસ્ટોક્સના પ્લેટફોર્મ સાથે જોડાયા છે. WhatsApp દ્વારા IPO માટે અરજી કરવા માટે અપસ્ટોક્સ એન્ડ-ટુ-એન્ડ સપોર્ટ પૂરો પાડે છે. આ એકાઉન્ટ ખોલવામાં સરળતા આપે છે. આજકાલ મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે, તેથી જે લોકો IPOમાં રોકાણ કરવા માગે છે તેમના માટે શેર ખરીદવા સરળ બનશે.

અપસ્ટોક્સે શું કહ્યું?
અપસ્ટોક્સની સૌથી મોટી વિશેષતા એ છે કે જે લોકો અપસ્ટોક્સ સાથે નોંધાયેલા છે કે નહીં, તેઓ WhatsApp પરથી IPO ખરીદી શકશે. જ્યારે IPO એપ્લિકેશન ચાલી રહી હોય, ત્યારે તમે WhatsApp ચેટ વિન્ડો પર જઈને IPOમાં સબ્સ્ક્રાઇબ કરી શકો છો. આ સુવિધાને રજૂ કરીને, Upstox તેની IPO એપ્લિકેશનને 5 ગણી વધારવાનું વિચારી રહી છે.

અપસ્ટોક્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતના દરેક ખૂણે તેના ગ્રાહક આધારને વધારવા અને લોકોને IPOમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવા માટે WhatsApp સાથે નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં WhatsAppના વ્યાપક ઉપયોગને ધ્યાનમાં રાખીને આ નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. રોકાણકારો માટે નાણાંનું રોકાણ કરવાનું સરળ બને, ઓછા સમયમાં સારી સુવિધાનો લાભ લઈ શકાય, તેઓ IPO સબસ્ક્રાઈબ કરી શકે, આ તમામ સુવિધાઓને ધ્યાનમાં રાખીને વોટ્સએપનું ફીચર શરૂ કરવામાં આવ્યું છે. આઈપીઓમાં અત્યારે મોટી તેજી જોવા મળી રહી છે, તેથી વોટ્સએપ પરથી તેની ખરીદી કંપની માટે સોનેરી તક સાબિત થઈ શકે છે.
વ્હોટ્સએપ દ્વારા કેવી રીતે ટ્રાન્ઝેક્શન કરવુ

1. ગ્રાહકે અપસ્ટોક્સના વેરિફાઈડ વોટ્સએપ પ્રોફાઈલ નંબર 9321261098 પરથી મોબાઈલ ફોન પર તેના 'કોન્ટેક્ટ' સાથે કનેક્ટ થવું પડશે અને તેના મોબાઈલ નંબર પરથી આ નંબર પર <HI> મોકલવાનું રહેશે.

2. IPO માં કેવી રીતે રોકાણ કરવું

3. અધિકૃત Upstox WhatsApp નંબર - 9321261098 પર WhatsApp ચેટ બીઓટી 'Uva' ને 'હાય' કહો.  WhatsApp ચેટ બીઓટી 'Uva' નો ઉપયોગ કરીને, 'IPO એપ્લિકેશન' પર ક્લિક કરો. તમે જનરેટ કરેલ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને OTP  દાખલ કરો. હવે 'Apply for IPO' પર ક્લિક કરો.

4.હવે તમે સબ્સ્ક્રાઇબ કરવા માંગો છો તે IPO પસંદ કરો

વોટ્સએપ પર અપસ્ટોક્સ એકાઉન્ટ કેવી રીતે ખોલવું
'વોટ્સએપનો ઉપયોગ કરીને એકાઉન્ટ ખોલો' પર ક્લિક કરો. જે મોબાઈલ નંબર પર OTP આવ્યો છે તે દાખલ કરો. જે ઈમેલ એડ્રેસ પર OTP મોકલવામાં આવ્યો છે તે દાખલ કરો. જન્મ તારીખ દાખલ કરો. તમારી PAN વિગતો દાખલ કરો. પછી બોટ તમને મૂળભૂત ઔપચારિકતાઓ માટે અપસ્ટોક્સ પેજ પર મોકશે. તે પછી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.