khissu

WhatsAppમાં આવ્યું શાનદાર ફીચર: એક વાર મેસેજ વાંચ્યા બાદ થઈ જશે Delete, જાણો કેવી રીતે કરશે કામ?

WhatsApp ના આઇફોન યુઝર્સને વ્યૂ વન્સ ફીચરનું અપડેટ મળવાનું શરૂ થઈ ગયું છે. WhatsApp નું View Once ફીચર ચાલુ કર્યા પછી, તમે એકવાર મેસેજ જોશો તો ત્ય્રાર બાદ તે મેસેજ અદૃશ્ય થઈ જશે. ફોટા, વીડિયો અને અન્ય મેસેજ સાથે WhatsApp નું View Once ફીચર વાપરી શકાય છે. હાલમાં આઇફોન યુઝર્સ માટે જ આ વોટ્સએપ વ્યૂ વન્સ ફીચર બહાર પાડવામાં આવી રહ્યું છે. આ ફીચર સાથે WhatsApp નું નવું વર્ઝન બહાર પાડવામાં આવ્યું છે, જેને તમે એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

આ અપડેટ સાથે, ઇન-એપ સંદેશ સૂચનાઓની શૈલી પણ બદલાઈ ગઈ છે. વોટ્સએપ છેલ્લા ઘણા મહિનાઓથી ‘View Once' ફીચરનું પરીક્ષણ કરી રહ્યુ હતુ. View Once ફીચર ચાલુ કર્યા બાદ મોકલવામાં આવેલા ફોટો-વીડિયો એક વાર જોયા પછી અદૃશ્ય થઈ જશે, જોકે આ ફીચર વપરાશકર્તાને સ્ક્રીનશોટ લેતા અટકાવશે નહીં.

મીડિયા સામગ્રી ઉપયોગકર્તાના ફોટો અથવા ગેલેરીમાં સેવ થશે નહીં અને એપ્લિકેશન દ્વારા ફોરવર્ડ પણ કરી શકાશે નહીં. જો યૂઝર્સ 14 દિવસો માટે વ્યુ વન્સ ફીચરથી મોકલવામાં આવેલો મીડિયા સામગ્રી નહીં ખોલે, તો તે આપોઆપ સમાપ્ત થઈ જશે.

આઇફોન પર WhatsApp વર્ઝન 2.21.150 પર View Once WhatsApp ની સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે '1' ચિહ્ન પર ટેપ કરવું પડશે. એકવાર તે અદૃશ્ય થઈ જાય પછી વિડિઓ ફોટા ચેટ્સમાં દેખાશે નહીં. આ સિવાય, જ્યાં મીડિયા ફાઇલ સંગ્રહિત થાય છે, ત્યાં પણ આ સુવિધા સાથે મોકલવામાં આવેલા ફોટા-વીડિયો દેખાશે નહીં.

WhatsApp બ્લોગ પરથી પ્રાપ્ત માહિતી મુજબ, તમે આ સુવિધાનો ઉપયોગ કોઈ પણ ખાનગી માહિતી અથવા પ્રાઈવેટ ક્ષણોને શેર કરવા માટે કરી શકો છો. જેમ કે જ્યારે તમે સ્ટોરમાં નવા કપડાં અજમાવી રહ્યા હોવ અથવા વાઇ-ફાઇ પાસવર્ડ શેર કરવા વેગેરે માટે આ ફીચરનો ઉપયોગ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે WhatsApp સપ્ટેમ્બર 2020 થી આ સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે. એન્ડ્રોઇડ અને આઇઓએસ બંનેના બીટા વર્ઝન પર WhatsApp View Once નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. WhatsApp દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ફીચર આગામી સપ્તાહમાં દરેકને આપવામાં આવશે.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.