વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp તેના યુઝર્સ માટે નવા નવા અપડેટ્સ લાવતું રહે છે. હાલમાં જ એક માહિતી મળી છે કે હવે વોટ્સએપ કંપની એક એવા ફીચર પર કામ કરી રહી છે, જેના દ્વારા યુઝર્સ પોતાનો પ્રોફાઈલ ફોટો પોતાના ડીપી એટલે કે પ્રોફાઈલ પિક્ચર પર લગાવી શકશે. WABetaInfo તરફથી મળેલી માહિતી અનુસાર, WhatsApp ટૂંક સમયમાં એક એવું ફીચર લાવી શકે છે જેમાં યુઝર્સ પ્રોફાઈલ ફોટોમાં અવતાર લગાવી શકશે. તમને જણાવી દઈએ કે અગાઉ એક ફીચર વિશે ચર્ચા થઈ હતી, ચર્ચા એવી હતી કે યુઝર્સ તેમના એનિમેટેડ અવતારનો ઉપયોગ કરીને WhatsApp પર વીડિયો કૉલનો જવાબ આપી શકશે.
આ પણ વાંચો: ફ્રી રિચાર્જ અને ફ્રી ઈન્ટરનેટ ડેટા વાળા મેસેજથી થઇ જજો સાવધાન, નહિં તો થશો છેતરપિંડીનો શિકાર
તમે તમારા અવતારને કસ્ટમાઇઝ કરી શકશો
WABetaInfo તરફથી મળેલી માહિતી અનુસાર, WhatsAppનું નવું ફીચર ટૂંક સમયમાં જ રોલઆઉટ થઈ શકે છે. આના દ્વારા કોઈપણ યુઝર પોતાના પ્રોફાઈલ ફોટોમાં પોતાનો 3D અવતાર મૂકી શકે છે. વપરાશકર્તાઓ આ 3D અવતારને પણ કસ્ટમાઇઝ કરી શકશે.
WABetaInfo એ આને લગતો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. લીક થયેલો સ્ક્રીનશોટ દર્શાવે છે કે યુઝર્સ અવતારને કસ્ટમાઈઝ કરી શકે છે અને બેકગ્રાઉન્ડ કલર પણ પસંદ કરી શકે છે.
આ પણ વાંચો: Jio ના આ જોરદાર પ્લાનમાં એક વ્યક્તિના રિચાર્જમાં ચાલશે ચાર લોકોના ફોન, ઉપરાંત પણ મળશે બીજી ઘણી સુવિધાઓ
તમે ચેટમાં તમારો 3D અવતાર મોકલી શકો છો
અત્યાર સુધી યુઝર્સ વોટ્સએપમાં ચેટ કરતી વખતે ઈમોજી, GIF અને સ્ટીકરનો ઉપયોગ કરે છે. પરંતુ અવતાર ફીચરની રજૂઆત બાદ તે આ સ્ટિકર્સ, ઈમોજી અથવા GIFમાં પોતાનો અવતાર મોકલી શકશે. આ સાથે યુઝર્સને એક નવો અનુભવ મળશે.
શું છે અવતાર ફીચર
તમને જણાવી દઈએ કે Meta એ પહેલાથી જ Instagram, Facebook અને Facebook Messenger પર પોતાનું અવતાર ફીચર લોન્ચ કરી દીધું છે. હવે ટૂંક સમયમાં તેને WhatsApp માટે લોન્ચ કરવામાં આવી શકે છે. 3D અવતાર એ તમારું એક કાર્ટૂન છે, જે તમારી વર્ચ્યુઅલ ઇમેજ દર્શાવે છે.