સારા સમાચાર/ what's app યુઝર્સ માટે આવ્યુ નવું અપડેટ ! ગ્રૂપ કોલિંગ થી લઈને રીપોર્ટ મેસેજ સુધીનુ નવુ અપડેટ જાણો વિગતે...

સારા સમાચાર/ what's app યુઝર્સ માટે આવ્યુ નવું અપડેટ ! ગ્રૂપ કોલિંગ થી લઈને રીપોર્ટ મેસેજ સુધીનુ નવુ અપડેટ જાણો વિગતે...

WhatsApp એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું બીટા અપડેટ બહાર પાડ્યું છે, જેમાં એકદમ નવા ચેટ રિપોર્ટ્સ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ માટે નવું બીટા અપડેટ વર્ઝન 2.21.20.15 સાથે આવે છે. એન્ડ્રોઇડ માટે માટે નવું વોટ્સએપ અપડેટ મેસેજ રિપોર્ટ ફીચર લાવ્યું છે, જેના દ્વારા યુઝર કોઈપણ મેસેજની જાણ કરી શકે છે.  IOS ના લેટેસ્ટ બીટા અપડેટમાં પણ આ જ ફીચર ઉમેરવામાં આવ્યું છે.

WhatsApp બીટા અપડેટ અનુક્રમે એન્ડ્રોઇડ અને iOS માટે 2.21.20.15 અને 2.21.190.12 રિલીઝ કરવામાં આવ્યું છે.  બંને અપડેટ્સમાં, એક ખાસ ફીચર રિપોર્ટિંગ મેસેજ ઉમેરવામાં આવ્યું છે. આ ફીચર દ્વારા, યૂઝર્સ WhatsApp પર કોઈપણ સંદેશ વિશે ફરિયાદ કરી શકે છે.  જો તમે હાલ નવું બીટા વર્ઝન ડાઉનલોડ કરી નાખ્યું છે અને તમને આ સુવિધા મળી છે કે નહીં તે તપાસવા માંગતા હો, તો તમારે ચેટ બોક્સની અંદર 'ટેપ એન્ડ હોલ્ડ' દ્વારા કોઈપણ સંદેશ પસંદ કરવો પડશે અને ટોચ પર ત્રણ ડોટ મેનૂ પર ક્લિક કરવું પડશે.  અહીં તમને 'રિપોર્ટ' ઓપ્શન મળશે.

આમાં, તમારી પાસે બે વિકલ્પો હશે, કાં તો તમે સીધો જ રિપોર્ટ કરી શકો છો અથવા તમે 'બ્લોક કોન્ટેક્ટ' પર ટિક કરીને મેસેજની જાણ કરી શકો છો તેમજ તે મેસેજ મોકલનાર વ્યક્તિને બ્લોક કરી શકો છો. તમે લાઇવ ચેટની જાણ પણ કરી શકો છો. આમ કરવાથી, ચેટના છેલ્લા 5 મેસેજની જાણ કરવામાં આવશે અને what's app પાસે રિવ્યૂ માટે જશે.

WhatsApp એ બીટા એન્ડ્રોઇડ માટે નવું ફીચર 'મ્યૂટ વીડિયો' અપડેટ કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ  હવે કોલ કરવામાં આવે તે પહેલા આઇઓએસ ટૂંક સમયમાં વીડિયોને મ્યૂટ કરી શકાશે. આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે અને 7 મહિના પછી તેને iOS યુઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવશે.