હાલ વોટ્સએપ પોતાની દાદાગીરી બતાવી રહ્યું હોય તેમ લાગતું હતું. વોટ્સએપે પોતાના ગ્રાહકોને પોતાની સાથે જોડાઈ રહેવા ગ્રાહકોનો ડેટા ફેસબુક સાથે શેર કરવાની વાત કરી હતી અને પોલિસી માં લખ્યું હતું કે જે લોકોન્ડ આ પોલિસી રાખવી હોય તે Agree થાય નહીતો વોટ્સએપ્પ છોડી શકે છે.
પરંતુ મિત્રો વોટ્સએપ્પ ની આ દાદાગીરી લાંબા સમય સુધી ચાલી શકી નહીં હવે વોટ્સએપ્પને પોતાની કરેલી ભૂલોની જાણ થઈ અને ગ્રાહકોને ફરી જોડાઈ રહેવા માટે પોતાની પોલિસી બદલીને દરેક યુસર્સના વોટ્સએપ્પમાં સ્ટેટ્સ શેર કર્યા છે.
વોટ્સએપે પોતાના સ્ટેટ્સ માં 4 સ્ટેટ્સ મુક્યાં છે જે દરેક યુસર્સને શેર કર્યા છે. જેમાં તેણે પ્રથમ સ્ટેટસમાં જણાવ્યું છે કે "અમે તમારી ગોપનીયતા માટે પ્રતિબદ્ધ છીએ"
બીજા સ્ટેટસમાં જણાવ્યું કે " વોટ્સએપ પરની બધી ચેટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રીપશનથી સુરક્ષિત છે અને કોઈ તમારી વ્યક્તિગત ચેટ વાંચી અથવા સાંભળી શકતું નથી."
ત્રીજા સ્ટેટસમાં કહ્યું કે વોટ્સએપ્પ યુસર્સ દ્વારા શેર કરાયેલુ લોકેશન જોઈ શકશે નહીં. છેલ્લે ચોથા સ્ટેટસમાં જણાવ્યું છે કે વોટ્સએપ્પ તમારા કોન્ટેક્ટ ફેસબુક સાથે શેર કરશે નહીં.