khissu

હદ છે યાર/ એમ્બ્યુલન્સ ન મળી તો પિતા બાઈક પર અપંગ દીકરીને દવાખાને લઇ ગયા.

 આ તસવીર મધ્યપ્રદેશની આરોગ્ય વ્યવસ્થાને ઉજાગર કરી રહી છે. આ કેસ દેવાસ જિલ્લાના સતવાસ આરોગ્ય કેન્દ્રનો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બાઇક પર એક ખાટલો બાંધેલો જોવા મળે છે. એક છોકરી તેના પર પડેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકીને સારવાર માટે એમ્બ્યુલન્સ ન મળી શકી, જેના કારણે તેના પિતાએ બાઇક પર ખાટલો બાંધીને તેને હોસ્પિટલ લઇ ગયા. આ મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.

નીચે તમે લિંક પર ક્લિક કરી પૂરો વિડિયો જોઈ શકો છો. 
https://twitter.com/INCMP/status/1449751900987985929?t=tWBmuKliKmtf4D35v5P4EQ&s=19 

દોઢ વર્ષ પહેલા દીકરી ખાડામાં પડી હતી: મળતી માહિતી મુજબ, ખાતેગાંવ તહસીલના મિરઝાપુરમાં રહેતા કૈલાશની 19 વર્ષની પુત્રી યોગિતા અપંગ છે.  તે દોઢ વર્ષ પહેલા ઘરની બહાર ખાડામાં પડી હતી, ત્યારથી તેની કમર નીચેનો ભાગ કામ નથી કરતો. કૈલાશ પોતાની પુત્રીની સારવાર માટે અવારનવાર સતવાસ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લે છે. આ વીડિયો શનિવારનો છે.

ફોન કર્યો પણ એમ્બ્યુલન્સ ન મળી: કૈલાશે હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવી હતી, પરંતુ તેને એમ્બ્યુલન્સ ન મળી, તેને ફોર વ્હીલરથી હોસ્પિટલમાં આવવા માટે તેને એક હજારથી 1500 રૂપિયાનો ખર્ચ થતો હતો. કૈલાશ કહે છે કે તેણે દીકરીની સારવાર માટે 3 લાખ રૂપિયા વ્યાજ પર લીધા છે, જેથી વધારે ખર્ચ ન કરવો પડે, તેથી તેને બાઇક પર ખાટલો બાંધવાની ફરજ પડી અને દીકરીને હોસ્પિટલ લઇ ગયો. કૈલાશનુ દીકરી આરોગ્ય કેન્દ્રમાં યુરિન ટ્યુબ ચેન્જ કરવા આવે છે. દીકરીના ભાઈ વિજેશે કહ્યું કે યોગિતાને પેશાબની સમસ્યા છે.

આરોગ્ય વિભાગે કહ્યું - તપાસ કરાવશે: CMHO ડો.એમ.પી.શર્માએ જણાવ્યું કે કૈલાશ પોતાની દીકરીની સારવાર કરાવવા માટે અવારનવાર હોસ્પિટલમાં આવે છે.  અગાઉ તેઓ સારવાર માટે પુત્રીને એમ્બ્યુલન્સમાંથી લાવ્યા હતા, પરંતુ તે દિવસે તેઓ એમ્બ્યુલન્સ કેમ ન મેળવી શક્યા, તેની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે હવે અમારી ટીમ છોકરીના ગામમાં જઈને તેની સારવાર કરશે.