શાળા ક્યારે ખુલશે? શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યા સંકેત | વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે કે નહિ ?

શાળા ક્યારે ખુલશે? શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યા સંકેત | વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે કે નહિ ?

કોરોના મહામારી ને કારણે બંધ થયેલા ધંધા તો ચાલુ થઈ ગયા પણ બંધ થયેલી સ્કૂલો અને કોલેજો હજી ખોલવામાં આવી નથી.

હાલમાં આ મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ ઘણી બેઠકો કરી જેમાં દિવાળી પછી સ્કૂલો ખોલવાની વાત મૂકી હતી પણ હજી સુધી સ્કૂલો ખોલવામાં આવી નથી. વાલીઓ હવે વધુ ચિંતા મા જોવા મળે છે અને અસમંજસ માં છે કે ક્યારે શાળાઓ ખુલશે.

ગાંધીનગરના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ વર્ષના શૈક્ષણિક સત્રમાં શાળાઓ શરૂ નહીં થાય. નવા સત્રથી જ શાળાઓ શરૂ કરવાનું સરકારનું આયોજન છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 1 થી 8 ના બાળકોને માસ પ્રમોશન આપવાની સરકારની વિચારણા છે. દિવાળી બાદ શાળા શરૂ કરવાનું આયોજન હતું પરંતુ સંક્રમણ વધતા હવે એપ્રિલ માસ સુધી શાળાઓ નહીં ખૂલે. આ ઉપરાંત બોર્ડ પરિક્ષા માટે જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ થશે.

ધોરણ 9 થી 12 નાં વિદ્યાર્થીઓ અને કોલેજ વિધાર્થીઓ માટે પરિસ્થિતિ કાબુમાં આવતા 15 જાન્યુઆરી પછી કોઈ નિર્ણય થઈ શકે તેવી શક્યતા રહેલી છે.