દિવાળી પછી શાળા ક્યારે ખુલશે? શિક્ષણ મંત્રીએ આપી નવી માહિતી

દિવાળી પછી શાળા ક્યારે ખુલશે? શિક્ષણ મંત્રીએ આપી નવી માહિતી

રાજ્યમાં કોરોના કાલથી શૈક્ષણિક કાર્ય બંધ છે અને શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવેલી છે જેના અનુસંધાને ગુજરાતના શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દિવાળી સુધી તો શાળા-કોલેજો નહીં જ ખુલે. પરંતુ જાન્યુઆરી ફેબ્રુઆરી 2021 જેટલી મોડી શાળા પણ નહીં ખુલે.


રાજ્યમાં દિવાળી પછી યોગ્ય પરિસ્થિતિ ધ્યાનમાં રાખી સૌ પ્રથમ 9 થી 12 નાં વિધાર્થીઓ અને કોલેજ ચાલુ કરવામાં આવશે, અને ત્યાર બાદ ધોરણ 1 થી 8 ચાલુ થશે.


શાળા કોલેજો ખોલવા માટે હવે તત્કાલીન ધોરણે નિર્ણય લેવામાં આવશે સાથે જણાવ્યું હતું કે જાન્યુઆરી, ફેબ્રુઆરી 2021 જેટલું મોડું કરવામાં નહીં આવે.


શિક્ષણ ફી બાબત સરકારે 30% ની રાહત આપી છે. સાથે 30 % સિલેબસ પણ ઘટાડવામાં આવ્યો છે. અને આગામી ધોરણ 10 અને 12 માટે અને 1 થી 9 સુધીનાં વિધાર્થીઓ માટે આવનાર સમયમાં પરીક્ષા ક્યારે લેવાશે એમની માટે નું સંભવિત ટાઇમ ટેબલ પણ સરકારે જાહેર કરી દીઘું છે. 


શાળા બાબત નિર્ણય લેવાશે એમાં વાલીઓની મજૂરી જરૂરી હશે કે વિદ્યાર્થીને શાળાઓએ મોકલવા કે નહીં.