છેલ્લા બે વર્ષથી કોરોનાએ સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે. લાખો લોકોએ આ મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. જેના કારણે ઘણાનો પરિવાર નિરાધાર બન્યો છે. આ ઉપરાંત મહામારી સામે લડ્યા બાદ ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે. હોસ્પિટલોના મોટો મોટા બિલોને કારણે ઘણા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
હાલમાં દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવા મુશ્કેલીના સમયમાં જો તમે પણ ચિંતિત છો કે તમારી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની તમને કવર કરશે કે નહીં, માનો કે જો તમને ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપ લાગ્યો છે, તો હવે તમે આ ચિંતામાંથી મુક્ત થઈ જશો. કારણ કે, વીમા નિયમનકાર IRDAIએ કહ્યું છે કે આરોગ્ય વીમા પૉલિસીઓ, જે COVID સારવારના ખર્ચને આવરી લે છે, તે Omicron દ્વારા થતા ચેપની સારવારના ખર્ચને પણ આવરી લેશે.
IRDAIએ એક નિવેદન બહાર પાડ્યું છે: નોંધનિય છે કે, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, તમામ સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓ દ્વારા જારી કરાયેલ તમામ આરોગ્ય વીમા પૉલિસીઓ જે કોરોનાની સારવારના ખર્ચને કવર કરે છે, તે નિયમો અને શરતોને આધીન રહેશે. જેમા પોલિસી કરાર, નિયમો અને શરતો અનુસાર કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટની સારવારનો ખર્ચ પણ આવરી લે છે. ઓમિક્રોન વેરિઅન્ટના સંક્રમણને ધ્યાનમાં રાખીને નિયમનકારે સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓને નિર્દેશ જારી કર્યો છે.
IRDAIએ વીમા કંપનીઓને આપ્યો આ નિર્દેશ: આ અંગે નિયમનકારે વીમા કંપનીઓને તેમના તમામ નેટવર્ક પ્રદાતાઓ અને હોસ્પિટલો સાથે એક અસરકારક સંકલન મિકેનિઝમ સ્થાપિત કરવા આદેશ આપ્યો છે જેથી તમામ પોલિસીધારકોને હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં વિઘ્નવિના કેશલેસ સુવિધા પૂરી પાડવામાં આવે અને તમામ પોલિસીધારકોને તાત્કાલિક સેવાઓ આપી શકાય.
IRDAIએ અગાઉ પણ સ્પષ્ટતા કરી હતી: તમને જણાવી દઈએ કે, એપ્રિલ 2020 માં પણ, IRDAI એ સ્પષ્ટ કર્યું હતું કે તમામ સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતી તમામ નુકસાની આધારિત આરોગ્ય વીમા ઉત્પાદનો, જે હોસ્પિટલમાં દાખલ થવાના સારવારના ખર્ચને કવર કરી લે છે, તે કોવિડ-19ને કારણે હોસ્પિટલમાં દાખલ સારવારના ખર્ચને કવર કરી લેશે.