આવતી કાલે ક્યાં -  ક્યાં જિલ્લામાં પડશે કમોસમી વરસાદ?

આવતી કાલે ક્યાં - ક્યાં જિલ્લામાં પડશે કમોસમી વરસાદ?

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગમી 13 ડીસેમ્બર સુધી વરસાદ આગાહી કરવામાં આવી છે જે મુજબ 10 તારીખે ગુજરાત નાં વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો અને અમરેલી, નવસારી, ભાવનગર અને ગિર સોમનાથ માં કમોસમી વરસાદ પણ જોવા મળ્યો હતો અને હજી આવતી કાલે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ મા વરસાદ જોવા મળી શકે છે.

જ્યારે અમારી આગાહી ( Khissu weather: વેબસાઈટ નાં એનાલીસીસ પરથી) મુજબ આવતી કાલે વરસાદ નું પ્રમાણ વધી શકે છે અને જે મુજબ સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ માં કમોસમી વરસાદ જોવા મળી શકે છે અને એ સિવાઈ દરિયા કાંઠાના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં પણ છૂટા છવાયા છાંટા સ્વરૂપે વરસાદ પડી શકે છે જે વિસ્તારોમાં વડોદરા, આંણદ, ભરૂચ વિસ્તાર, ઉત્તર સુરત વિસ્તાર, છોટા ઉદયપુર નો વિસ્તાર. જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગરનો બધો વિસ્તાર, અમરેલી - રાજુલા પંથક, દીવ - ગિર સોમનાથ વિસ્તાર. ​​​​

ઉપર જણાવેલ જિલ્લાનાં નજીકનાં જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે પરંતુ વરસાદ પડવાની શક્યતાઓ ખૂબ ઓછી છે.

જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની શક્યતાઓ નહીંવત્ કહી શકાય. આ કમોસમી વરસાદ પડવાનું કારણ તૈયાર થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ.