khissu

શું દિવસે કર્ફ્યુ લાદી દેવામાં આવશે? ફરી સંપૂર્ણ લોક ડાઉન આવશે? આજે CM એ આપી માહિતી

ગુજરાતમાં ચૂંટણીના તહેવારો પછી નવા વર્ષમાં ફરી ગઈ કાલે ૧૪૧૫ અને આજે (૨૦ માર્ચના) રોજ ૧૫૬૫ નવા કોરોનાના કેસ જોવા મળ્યા હતાં. આ વધતા જતા કેસોને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર રાતોરાત નવા નિર્ણયો જાહેર કરી રહી છે. ત્યારે બીજી બાજુ લોકોમાં એક ભય પેદા થયો છે કે ફરીથી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવશે, તેમના જવાબમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં ફરીથી સંપૂર્ણ lockdown બાબતે માહિતી જણાવી હતી. 

શું ગુજરાતમાં દિવસે પણ કર્ફ્યુ લગાડવામાં આવશે? 

આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પૂછવામાં આવ્યું કે જ્યાં રાત્રિ કર્ફ્યુ છે ત્યાં દિવસે પણ કરફ્યુ લાગુ કરવામાં આવશે? તેમના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દિવસે કોઈ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે નહીં. વધારેમાં જણાવ્યું હતું કે માત્ર શનિ-રવિમાં સિનેમા હોલ અને મોલ બંધ કરવામાં આવશે. 

Gujrat માં ફરી સંપુર્ણ લોક-ડાઉન લાગુ પડશે? 

આજે યોજાયેલ વિડીયો પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ફરીથી સંપૂર્ણ lockdown કરવાનો સરકારનો કોઇ પ્લાન નથી આગામી દિવસોમાં ફરીથી સંપૂર્ણ lockdown થવાનું નથી. 

વધુમાં ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જે રાજ્યોમાં ચૂંટણીની પ્રક્રિયા ન હતી ત્યાં પણ કોરોના નું સંક્રમણ વધ્યું છે માત્ર ગુજરાતમાં જ વધ્યું એવું નથી. આ વધતાં જતા સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે પગલાં પણ લઈ રહી છે. આગમી દિવસોમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે અને જ્યા બેડની સુવિધા નથી ત્યાં પાંચ ગણી બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

શું અમદાબાદ ફરી બંધ થશે? 

કોરોના નું સંક્રમણ અમદાવાદ જિલ્લામાં વધતા અમદાવાદ જિલ્લામાં દિવસે પણ કરફ્યુ લાગુ કરવામાં આવશે તેવી વાતે જોર પકડ્યું હતું એટલે કે અમદાવાદને ફરીથી સંપૂર્ણ બંધ કરવામાં આવશે? તેમના જવાબમાં amc ખૂબ જ મહત્વની માહિતી આપી હતી. માહિતી આપતાં જણાવ્યું હતું કે ફરીથી અમદાવાદ સંપૂર્ણ બંધ કરવામાં નહિ આવે. એ એક માત્ર અફવા છે. માત્ર શનિ-રવિમાં મોલ અને સિનેમા હોલ બંધ કરવામાં આવશે. રાત્રી કર્ફ્યુ નો સમયગાળો કડક રીતે યથાવત્ રાખવામાં આવશે.