દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસો દરમિયાન ગિરનારમાં લીલી પરિક્રમા નું આયોજન થતું હોય છે અને શ્રદ્ધાળુઓ ની ભીડ પણ વધારે જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે ત્યાં નાં ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે કોઈ શ્રદ્ધાળુ ગિરનાર ની પરિક્રમા કરવા ન આવે.
સાથે જણાવ્યું હતું કે આ વર્ષે ત્યાં નાં અન્ન ક્ષેત્રો કે ઉતારા મંડળ પર સેવા નહીં મળે. દર વર્ષે 250 જેટલાં અન્ન ક્ષેત્રૌ અને ઉતારા મંડળ પર ચા-પાણી અને નાસ્તા, અને જમવાની અવિરત સેવા લોકો કરતાં હોય છે પરંતુ આ વર્ષે દરેક સેવા કાર્યક્રમો બંધ રહેશે.
સરકારે હજી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી આ વર્ષે પરિક્રમા બાબત, પરંતુ ભાવનાથ ઉતારા મંડળ દ્વારા લોકો ને આ વર્ષે પરિક્રમા ન કરાવા આવવા અપીલ કરી છે અને અન્ય રાજ્યોમાં માંથી અન્ન ક્ષેત્રો ને પણ સેવા કરવા ન આવવા અપીલ કરી છે.