મોઘવારી નો વધુ એક ફટકો લાગશે? ફરી દૂધના ભાવ વધવાના એંધાણ, અમૂલના એમડીએ આપ્યું કારણ, જાણો વિગતે

મોઘવારી નો વધુ એક ફટકો લાગશે? ફરી દૂધના ભાવ વધવાના એંધાણ, અમૂલના એમડીએ આપ્યું કારણ, જાણો વિગતે

થોડા દિવસો પહેલા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અમૂલ દૂધ વેચતી અનેક કંપનીઓએ ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો હતો. હવે ફરી એકવાર સામાન્ય લોકોને આંચકો લાગવાનો છે. અમૂલના મેનેજિંગ ડિરેક્ટરનું કહેવું છે કે ફરી એકવાર દૂધના ભાવમાં વધારો થઈ શકે છે. જો આમ થશે તો સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ફટકો સહન કરવો પડી શકે છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમૂલને ઉર્જા, લોજિસ્ટિક્સ અને પેકેજિંગ ખર્ચમાં વધારો થવાને કારણે કિંમતોમાં વધારો થવાની અપેક્ષા છે. જોકે, અધિકારીઓએ હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે દૂધના ભાવમાં કેટલો વધારો થશે.

પીટીઆઈને આપેલા નિવેદનમાં, અમૂલના એમડી આરએસ સોઢીએ કહ્યું કે તેઓ હવે દૂધની કિંમતમાં ઘટાડો કરી શકતા નથી, પરંતુ તેની કિંમત વધશે. સોઢીએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થાએ છેલ્લા બે વર્ષમાં 8 ટકા ભાવમાં વધારો કર્યો છે, જેમાં ગયા મહિને દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો સામેલ છે.

તેમણે વધુમાં કહ્યું કે ઉદ્યોગમાં મોંઘવારી ચિંતાનું કારણ નથી. ભાવ વધારાના કારણે ખેડૂતોને ઉત્પાદનમાં નફો મળી રહ્યો છે.  સોઢી કહે છે કે અમૂલ અને વ્યાપક ડેરી સેક્ટર દ્વારા કરવામાં આવેલો વધારો અથવા ખર્ચ ઘણો મર્યાદિત છે.

તેમણે ઉમેર્યું હતું કે ઊર્જાના વધતા ભાવને કારણે કોલ્ડ સ્ટોરેજની કિંમત પર અસર પડી છે, જેમાં ત્રીજા કરતા વધુનો વધારો થયો છે. એ જ રીતે, લોજિસ્ટિક્સ ખર્ચ અને પેકેજિંગ ખર્ચમાં પણ વધારો થયો છે.

આ કારણોસર જ 1.20 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રોગચાળા દરમિયાન ખેડૂતોની પ્રતિ લિટર આવકમાં પણ લિટર દીઠ 4 રૂપિયાનો વધારો થયો છે.