khissu

તમે શું વાપરશો whatsapp કે પછી signal ?, વોટ્સએપ્પ પોતાનો ડેટા અસુરક્ષિત કરવા જઈ રહ્યું છે

વોટ્સએપ તો બધા જ લોકો વપરતા જ હશે આજે નાના છોકરા પણ વોટ્સએપ્પ ખોલીને બેસી જાય છે અને વીડિયોકોલ કરી નાખે છે. વોટ્સએપ્પ નો લોકો એટલો બધો વપરાશ કરે છે કે જો એ ના હોય તો આખો દિવસ કંટાળો જ આવ્યા કરે.


પરંતુ હાલ માર્કેટમાં વોટ્સએપ્પ જેવી જ બીજી એક એપ્લિકેશન માર્કેટ માં આવી છે જેમાં વોટ્સએપ્પ ની માફક તમે ચેટ કરી શકો છો. ઘણા બધા લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે આનું કારણ એ છે કે આ નવી એપ્લિકેશન વોટ્સએપ્પ કરતા કયાંય સલામત છે. આ નવી એપ્લિકેશન નું નામ 'સિગ્નલ' છે.


વોટ્સએપ્પ ને લોકો લાંબા સમયથી ઓળખે છે તેના જેવું બીજું કોઈ પ્લેટફોર્મ આજસુધી હતું નહીં તેથી લોકો વોટ્સએપ્પ ની અમુક ભૂલો ને પણ માફ કરીને તેનો ઉપયોગ કરતાં હતાં. હાલમાં જ વોટ્સએપે જાહેરાત કરી છે કે તે પોતાનો ડેટા પેરેન્ટ કંપની ફેસબૂક સાથે શેર કરશે. ફેસબૂક ડેટા સલામત રાખતી નથી ઘણી વાર તેણે ડેટા લીક કર્યો છે અને હવે જો વોટ્સએપ્પ તેને ડેટા શેર કરશે તો તમારો એ ડેટા પણ હવે સલામત નહીં રહે.


આ બાજુ વોટ્સએપ્પ ને ટક્કર મારે તેવી એક એપ્લિકેશન આવી ગઈ છે જે એકદમ સલામત છે. અનેક ટેકનોલોજીના નિષ્ણાતોએ પણ કહ્યું છે કે વોટ્સએપ્પ કરતા સિગ્નલ ક્યાંય સલામત છે. એટલું જ નહીં ટેસ્લા મોટર્સના સ્થાપક સંશોધક અને ઉદ્યોગપતિ ઇલોન મસ્કે જાહેર કર્યું હતું કે તે વોટ્સએપ્પ ને બદલે સિગ્નલ જ વાપરશે.