khissu

ઘરે બેઠા UMANG App દ્વારા ઉપાડો PFમાં જમા પૈસા, જાણો સમગ્ર પ્રોસેસ

નોકરીયાત લોકો પોતાના પગારમાંથી અમુક રકમ બચત કરતા રહે છે જેથી મુશ્કેલ સમયમાં તે કામ આવે. એવામાં ખાવગી સેક્ટરમાં કામ કરતા લોકો માટે પીએફ એકાઉન્ટ સૌથી મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા છે. પીએફ ખાતામાં જમા કરાયેલા પૈસા નિવૃત્તિ પછી ખૂબ કામના સાબિત થાય છે. ઘણા પ્રસંગોએ, પીએફ કટોકટીની જરૂરિયાતોના કિસ્સામાં સુરક્ષા કવચ પણ પ્રદાન કરે છે. ખાસ કરીને કોરોના સમયગાળા દરમિયાન નોકરી ગુમાવનારા લાખો લોકો માટે PF વરદાન સાબિત થયું છે.

EPFOની ઘણી સેવાઓ ઉપલબ્ધ
નોંધનિય છે કે, અચાનક જરૂરિયાતના કેસમાં તમે તમારા પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો અને મુશ્કેલીઓ દૂર કરી શકો છો. આ કામ તમે ઉમંગ એપ(UMANG App)  દ્વારા ઘરે બેઠા પણ કરી શકો છો. આ એપ પર EPFOની ઘણી સેવાઓ ઉપલબ્ધ છે.

ઈ-સેવાઓ માટે ડેવલપ કરવામાં આવી છે એપ
તમને જણાવી દઈએ કે, ઉમંગ એપ એક જ જગ્યાએ અનેક સરકારી સેવાઓ પૂરી પાડવાનું પ્લેટફોર્મ છે. આ એપનો ઉપયોગ કરીને તમે ન માત્ર ગેસ બુકિંગ અને આધારનું કામ કરી શકો છો, પરંતુ તે તમને પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવામાં પણ મદદ કરી શકે છે. આ એપ દેશભરમાં ઉપલબ્ધ વિવિધ સરકારી ઈ-સેવાઓ માટે ડેવલપ કરવામાં આવી છે.

ઉમંગ એપમાંથી કેવી રીતે પૈસા ઉપાડવા
1: જો તમારા ફોનમાં આ એપ નથી, તો પહેલા Google Play Store અથવા Apple App Store પરથી UMANG એપ ડાઉનલોડ કરી લો.
2: તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરો અને MPin બનાવો.
3: આ પછી તમારું આધાર કાર્ડ UMANG એપ સાથે લિંક કરો.
4: એપમાં લોગ ઇન કર્યા પછી All Services વિભાગમાં જાઓ.
5: અહીં તમારે EPFO ​​પર ક્લિક કરવાનું રહેશે.
6: ડ્રોપડાઉન મેનુમાંથી Raise Claim વિકલ્પ પસંદ કરો.
7: હવે તમને તમારો UAN નંબર પૂછવામાં આવશે.
8: UAN નંબર દાખલ કર્યા પછી વેરિફિકેશન માટે મોબાઇલ પર એક OTP આવશે.
9: તમે OTP વેરિફાય કરતા જ તમારો દાવો (ક્લેમ)રજીસ્ટર કરવામાં આવશે.
10: અંતે, તમને એક રેફરન્સ નંબર આપવામાં આવશે, જેમાંથી તમે દાવાની સ્થિતિને ટ્રૅક કરી શકશો.