આવતા સપ્તાહે બે ઈનિશિયલી પબ્લિક ઓફર (IPO) ખુલવાના છે, જેની કુલ સાઈઝ રૂ. 7,868 કરોડ છે. આમાંથી એક આઈપીઓ સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સનો છે અને બીજો તેગા ઈન્ડસ્ટ્રીઝનો છે. દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપનીમાં લગભગ 17.26% હિસ્સો ધરાવે છે. સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સનો આઈપીઓ 30 નવેમ્બરે ખુલશે. તો બીજી તરફ, તેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO 1 ડિસેમ્બરે ખુલવા જઈ રહ્યો છે.
સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સનો આઈપીઓ લગભગ રૂ. 7,249 કરોડનો છે, જે 30 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. IPO માટે બિડિંગ 2 ડિસેમ્બર સુધી કરી શકાશે. IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 870 થી 900 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના આઈપીઓ માટે રોકાણકારો લોટમાં બિડ કરી શકશે અને એક લોટમાં કંપનીના 16 શેર હશે. કંપનીના શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે. આ IPOના લિસ્ટિંગની સંભવિત તારીખ 10 ડિસેમ્બર છે.
સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ GMP
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના શેર હાલમાં ગ્રે માર્કેટમાં તેના IPO ઈશ્યુની કિંમત કરતાં રૂ. 30ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. ગ્રે માર્કેટમાં સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સનો જીએમપી સતત ઘટી રહ્યો છે.
તેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO આશરે રૂ. 619.23 કરોડનો છે અને તે 1 ડિસેમ્બરે રોકાણકારો માટે ખુલશે. IPO માટે બિડિંગની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર છે. IPOની પ્રાઇસ બેન્ડ 443 થી 453 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) છે, એટલે કે આ ઈસ્યુ દ્વારા કંપનીના પ્રમોટર્સ અને શેરધારકો તેમનો હિસ્સો વેચાણ માટે ઓફર કરશે. રોકાણકારો કંપનીના IPO માટે લોટમાં બિડ કરી શકશે અને એક લોટમાં કંપનીના 33 શેર હશે. તેગા ઇન્ડસ્ટ્રીઝના શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે.
તેગા ઇન્ડસ્ટ્રીઝ IPO GMP
Tega Industriesના IPOનું GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) શનિવારે રૂ. 240 છે. આનો અર્થ એ થયો કે ગ્રે માર્કેટ ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેરની કિંમત રૂ. 693 (રૂ. 453 + રૂ.240)ની અપેક્ષા રાખે છે, જે IPOની ઇશ્યૂ કિંમત કરતાં 50 ટકા વધારે છે.