રાષ્ટ્ર સંબોધન :- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાષ્ટ્રને સંબોધનમાં જાહેરાત કરી હતી કે રસીકરણ અભિયાનની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકારનાં ખભા પર રહેશે. તેમણે કહ્યું હતું કે રાજ્યોની અપીલ પર, પ્રથમ રસીકરણ ની 25 ટકા જવાબદારી રાજ્યોને આપવામાં આવી હતી. પાછળ થી કેટલીક સમસ્યાઓ જોવા મળી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે કે 21 જૂન એટલે કે આંતરરષ્ટ્રીય યોગ દિવસથી કેન્દ્ર સરકાર રાજ્યોનાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને મફત રસી આપશે. સાથો સાથ સરકારે નિર્ણય કર્યો છે કે હવે ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવાળી સુધી આગળ વધારવામાં આવશે. રોગચાળાના આ સમયમાં સરકાર ગરીબોની દરેક જરૂરિયાત સાથે, તેમના ભાગીદાર તરીકે ઊભી છે. એટલે કે નવેમ્બર સુધીમાં 80 કરોડથી વધુ દેશવાસીઓ ને દર મહિને નિશ્ચિત માત્રામાં મફત અનાજ મળશે.
ચોમાસાનુ આગમન:- રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, અમદાવાદ, ખેડા, રાજકોટમાં પણ વરસાદ થશે. વલસાડ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના દર્શાવાઇ છે. દક્ષિણ બંગાળમાં સોમવારે બપોર પછી કલોકતા સહિત ઘણા જિલ્લામાં વીજળી પડી હતી. જે દરમિયાન વરસાદ પણ પડ્યો હતો.
સ્પોર્ટસ:- ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા UAE માં યોજાનારી આઈપીએલ ની બાકીની મેચોની તારીખ નક્કી કરવામાં આવી છે. પ્રથમ તબક્કાની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બર નાં રોજ રમાશે. જ્યારે ફાઈનલનું આયોજન 15 ઓકટોબર એટલે કે દશેરા નાં દિવસે થશે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ મે મહિનામાં કોરોનાની બીજી લહેર વચ્ચે આઈપીએલ રમાઈ હતી. મે મહિનામાં શરૂઆતમાં કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સંક્રમિત થતાં સીઝન સ્થગિત કરાઈ હતી. 14મી સિઝનની 29 મેચ રમાઇ ચૂકી છે જ્યારે 31 મેચ બાકી છે.
વેક્સિનેશન:- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી ની બીજી લહેર વચ્ચે દેશને સંબોધિત કરતા એક મોટી જાહેરાત કરી હતી. યોગ દિવસ એટલે કે 21 જુનથી દેસમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને ભારત સરકાર દ્વારા મફતમાં રસી લગાવવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે રાજ્યો પાસેથી વેક્સીનેશન નુ કામ પાછું લેવામાં આવશે. અને હવે કેન્દ્ર સરકાર જ આ કામ સંભાળશે. દેશની કોઈપણ રાજ્ય સરકાર ને વેક્સિન પાછળ કોઈ ખર્ચ કરવો પડશે નહિ. અત્યાર સુધીમાં દેશમાં કરોડો લોકોને રસી મળી છે. હવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ આની સાથે જોડાય જશે. તમામ લોકોને ભારત સરકાર મફતમાં વેક્સની ઉપલબ્ધ કરાવશે. વધુમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે જો કોરોના ની બીજી લહેર પહેલા ફ્રન્ટ લાઈન વર્કર ને વેક્સિન ન લાગી હોત તો બહુ મોટું સંકટ ઉભુ થયુ હોત.
વડોદરા પ્રોજેક્ટ્સ:- ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન 24,000 કરોડના રોકાણના 6 પ્રોજેક્ટ્સ વડોદરામાં સ્થાપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી પ્રધાન ની ઉપસ્થિત માં ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે MoU ગાંધીનગર ખાતે કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ્સ સ્થાપવાથી 25 હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી ની તકો મળશે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતે કોરોના મહામારી નાં કપરા કાળ છતાં ચોથા વર્ષે દેશભરમાં સૌથી વધુ FDI મેળવનાર રાજ્ય તરીકેનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય રોકાણકારો ની પહેલી પસંદ બની ગયું છે. આ કરાર ને કારણે ગુજરાતમાં બેરોજગારી ઘટશે.
કોરોના અપડેટ:- ગુજરાતમાં કોરોના વાયરસે જે બાજ ગતિ પકડી હતી તે હવે ગોકળ ગાય ગતિમાં ફેરવાય ગઈ છે એટલે કે 13 માર્ચ બાદ બે મહિનાથી કોરોના કેસોમાં ઘટાડો થતો જોવા મળ્યો છે. રાજ્યમાં સતત 34 માં દિવસે નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિકવરી રેટ વધીને 96.80 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ કરતાં વધુ લોકોનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે મૃત્યુઆંક 9,944 થયો છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16 હજાર 162 એક્ટિવ કેસ છે. જેમાંથી 363 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
દુનિયા:- જેફ બેઝોસે જાહેરાત કરી છે કે તેઓ આવતા મહિને અવકાશમાં ઉડાન ભરશે. બ્લૂ ઓરીજીનનાં અબજોપતિ સ્થાપક અને તેનાં ભાઈ તેની કંપનીના અવકાશયાન, ન્યુ શેપાર્ડ પર તેની પહેલી સબ્બો બિર્ટલ જોવાલાયક પ્રવાસ પરના બે મુસાફરો હશે. આ રોકેટ કંપની 20 જુલાઇ ને અવકાશ માં તેનુ પ્રથમ ફરવા માટેનું લક્ષ્યાંક બનાવી રહી છે. આ પ્રવાસ કુલ 10 મિનિટ ચાલશે. જેમાં મુસાફરોને કરમન લાઈનથી ઉપર પસાર કરવામાં આવશે તે ચાર મિનિટનો સમય લાગશે. કરમન લાઈન પૃથ્વીના વાતવરણ અને અવકાશ વચ્ચેની માન્યતા વાળી સીમાને ચિન્હિત કરે છે. ન્યુ શેપાર્ડ રોકેટ એન્ડ કેપ્સ્યુલ પૃથ્વીથી ઉપરના અંતરે 62 માઈલ થી વધુ 6 મુસાફરોને સ્વતંત્ર રીતે અવકાશમાં ઉડવા માટે રચાયેલું છે. અવકાશ પરથી પૃથ્વીને જોવું ખરેખર આહલાદક વાત છે. જે મારા જીવનની શ્રેષ્ઠ પળ હશે. બેઝોસના Instagram પર શેર કરેલા વીડિયોમાં કહેવામાં આવ્યું કે હું આ ફ્લાઇટ પર જવા માંગુ છુ કારણ કે આ તે વસ્તુ છે જે હુ આખી જિંદગી કરવા માંગતો હતો.
કૃષિ સમાચાર:- ડુંગળીની બજારમાં ભાવ છેલ્લા પંદર દિવસમાં મણે રૂ.૧૦૦ જેવા સુધરી ગયાં છે અને હજી ભાવમાં સુધારો થવાની ધારણા છે. નાશીકમાં ખેડૂતોની વેચવાલી એકદમ ઓછી છે. ખેડૂતોએ મોંઘાભાવનું બિયારણ ખરીદ્યું હોવાથી હાલ તેઓ નીચા ભાવથી વેચાણ કરવાનાં મૂડમાં નથી. ગુજરાતમાં પણ વેચવાલી ઓછી છે, જેને પગલે ડુંગળીનાં ભાવ સરેરાશ રૂ.૪૦૦ની સપાટી પર પહોંચી ગયા છે. તો લસણની બજારમાં ભાવ ધીમી ગતિએ વધે તેવી સંભાવનાં છે. હાલ ગુજરાતમાં લસણની વેચવાલી ઓછી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં હજી તમામ મંડીઓ ખુલી નથી, પરંતુ હવે થોડા દિવસમાં એક પછી એક બધી મંડીઓ ખુલી જાય તેવી સંભાવનાં છે. એક વાર મંડીઓ ખુલ્યા બાદ લસણની આવકનો અંદાજ આવશે અને ત્યાર બાદ લાંબાગાળાની ચાલનો અંદાજ લગાવી શકાશે. હાલ સૌરાષ્ટ્રનાં વેપારીઓ તેજીમાં છે અને તેઓ માને છેકે સારી ક્વોલિટીનાં લસણના ભાવ વહેલા-મોડા વધવાના છે. આ વર્ષે સૌરાષ્ટ્ર્ની ક્વોલિટી સારી છે અને જે ખેડૂતોએ સાચવીને સ્ટોક રાખ્યો છે તેને આગળ ઉપર સારા ભાવ મળશે. ડુંગળી વધી હોવાથી લસણની બજારમાં પણ સુધારો આવી શકે છે. લોકડાઉન દુર થયા બાદ હોટલ-રેસ્ટોરન્ટની ડુંગળી અને લસણ ની માંગ આવશે. પરિણામે સરેરાશ બજારને ટેકો મળશે.
કામની વાત:- આજથી ઇન્કમ ટકેસ વિભાગે રિટર્ન ફાઈલ કરવા માટે નવી વેબસાઈટ લોન્ચ કરી છે. આ પોર્ટલ ની વિશેષતા છે કે કરદાતા જાતે જ રિટર્ન ફાઈલ કરી શકશે, CA ની જરૂર નહિ પડે. આ પોર્ટલ પર કરદાતા ગુજરાતી ભાષામાં પણ માહિતી અપલોડ કરી શકાશે. ઇન્કમ ટેક્સ વિભાગની સિસ્ટમ વિંગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જૂના પોર્ટલથી નવા પોર્ટલ તરફ માઇગ્રેશન કામ પૂર્ણ થયું છે. વિભાગના એક આદેશમાં અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે કોઈપણ કેસમાં સુનવણી અથવા ફરિયાદોના નિકાલ માટે 10 જૂન પછી તારીખ નક્કી કરવામાં આવે જેથી ત્યાં સુધીમાં કરદાતા નવી સિસ્ટમ સમજી શકે. આદેશ માં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ દરમિયાન કરદાતા અને વિભાગના અધિકારી વચ્ચે નક્કી કરાયેલ કોઈપણ કામ મુલતવી રાખી શકાય છે.
બજાર હલચલ:- ગઇકાલે સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર ગઈ કાલે બપોરે 1 કલાક સુધીમાં સોનું 192 રૂપિયાના ઘટાડા સાથે 48,802 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ તો 622 રૂપિયા સસ્તી થઈને 70,917 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જો કે ઇન્ડીયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન વેબસાઈટ અનુસાર સોનું બજારમાં મોંઘુ થયું છે. ગત સપ્તાહે સોના ચાંદીની કિંમતમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. ગયા સપ્તાહે સોનું 76 રૂપિયા સસ્તું થઈને 48,578 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. 28 મે નાં રોજ ગોલ્ડ માર્કેટમાં સોનું 48,650 રૂપિયા હતું. જ્યારે ચાંદી ની કિંમત પણ હજાર રૂપિયાથી વધારે ઘટી હતી. નિષ્ણાતો કહે છે કે કોરોના નો કહેર ઓછો થતા રસીકરણ ઝડપી બનતા માર્કેટમાં સ્થિરતા આવી છે. એવામાં હવે લોકો ફરીથી શેર બજાર તરફ વળ્યા હતા.જેથી આવનાર દિવસોમાં સોનામાં વધારે તેજીની શક્યતા દેખાતી નથી. આવનાર 2 થી 3 મહિનામાં સોનું 48 થી 50 હજારની વચ્ચે રહેવાની ધારણા છે.