આવતી કાલે 1લી જુલાઈ છે અને પહેલી જુલાઈથી 6 નિયમોની અંદર મોટાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારો ગેસ સિલિન્ડરના ભાવને લઈને છે, બેન્કના નિયમોને અને ટેક્સને લઈને છે. બાઇક અને કાર ભાવ વધારાને લઈને છે. જે દરેક નિયમો જાણવા જરૂરી છે, નહિતર આગામી દિવસોમાં તમારાં ખીસ્સા પર અસર પડી શકે છે. દરેક નિયમોની માહિતી ઉપરનાં વિડિયોમાં આપેલ છે.
SBI બેંકના નિયમોમાં ફેરફાર:- દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India - SBI) ૧લી જુલાઈથી ATM માંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે 1 જુલાઇથી એસબીઆઈનાં ખતાધારકો માટે નવા સર્વિસ ચાર્જ લાગુ થશે. જેમાં ATM વિદ્રોલ, ચેકબુક, મની ટ્રાન્સફર અને અન્ય ટ્રાન્જેક્શનનો પણ સમાવેશ થશે. 1 જુલાઈથી એસબીઆઈનાં ગ્રાહકો એક મહિનામાં 4 વખત ફ્રીમાં કેશ વિદ્રોલ કરી શકશે ત્યાર બાદ નવા નિયમ મુજબ ચાર્જ ચૂકવવો પડશે.
આ પણ વાંચો: LPG ગેસ ધારકો માટે ખુશીના સમાચાર: ગેસ કંપનીઓએ આપી મોટી રાહત
SBI માં ચેકબુકને લગતા નિયમોમાં ફેરફાર:- અગાઉ બેંકનાં Saving Aaccount ખાતાધારકો ને 10 પાનાની ચેક બુક ફ્રીમાં મળતી હતી, પરંતુ હવે આ ચેકબુક મેળવવા માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે. (1) 10 પન્નાની ચેકબુક માટે બેંક ગ્રાહક પાસેથી 40 રૂપિયા + જીએસટી ચાર્જ વસૂલ કરશે. (2) 25 પન્નાની ચેકબુક માટે બેંક ગ્રાહક પાસેથી 75 રૂપિયા + જીએસટી ચાર્જ વસૂલ કરશે. (3) ઇમરજન્સી ચેકબુક (10 પન્ના) માટે બેંક ગ્રાહક પાસેથી 50 રૂપિયા + જીએસટી ચાર્જ વસૂલ કરશે.
હીરોની ગાડી પણ મોંઘી થશે.
કાચા માલના વધતા ભાવને કારણે હવે ઓટો કંપનીઓ તેમના ભાવમાં વધારો કરી રહી છે. હીરો મોટોકોર્પ (Hero MotoCop) દ્વારા તેની મોટરસાયકલો અને સ્કૂટર્સના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરીછે. 1 જુલાઈ, 2021 થી કંપનીના ટુ-વ્હીલર્સના ભાવમાં 3,000 રૂપિયાનો વધારો થશે. કંપનીએ કહ્યું છે કે કાચા માલના ભાવોમાં સતત વધારો થવાને કારણે તેની કિંમતમાં વધારો કરવાની ફરજ પડી રહી છે. મોડેલ અનુસાર કિંમતોમાં વધારો કરવામાં આવશે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.