khissu

વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ : મોટેરા સ્ટેડિયમનું ૨૩ ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન, રમાશે પ્રથમ ઈન્ટરનેશનલ મેચ

રાજ્યની આન બાન ને શાન ગણાતું શહેર અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનવા જઈ રહ્યું હતું ત્યારે હવે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં બની રહ્યું છે ત્યારે ૨૩ ફેબ્રુઆરીએ તેનું ઉદ્ઘાટન થશે.

વિશ્વમાં સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા ગુજરાતના અમદવાદમાં બની ગયું છે લોકોની આતુરતાનો અંત આવી ગયો. આ સ્ટેડિયમ મોટેરામાં જુના સ્ટેડિયમની જગ્યા પર જ બનાવવામાં આવ્યું છે. જોકે વિશ્વના સૌથી મોટું સ્ટેડિયમમાં આશરે સવા લાખ લોકો બેસીને મેચ જોઈ શકે છે જે ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ ઘણું મોટું છે.

૬૩ એકરમાં તૈયાર કરાયેલા આ સ્ટેડિયમમાં છ માળ ખડકવામાં આવ્યા છે જેમાં ૫૦ જેટલા રૂમો હશે. સ્ટેડિયમની દક્ષિણ દિશાએ ઓલિમ્પિક સાઈઝનું સ્વિમિંગપુલ પણ તૈયાર કરશે. જોકે આ સ્ટેડિયમની ખાસ વાત એ છે કે સ્ટેડિયમમાં એક પણ પિલર જોવા મળશે નહીં જેથી દર્શકો કોઈપણ અડચણ વગર મેચ જોઈ શકશે.

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બનાવા જઈ રહ્યું છે ત્યારે ૨૩ ફેબ્રુઆરીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહ તેનું ઉદ્દઘાટન કરશે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહેશે તેવી શક્યતાઓ છે જે વિશે બે દિવસમાં ચોક્ક્સ માહિતી આવી જશે. જોકે હાલ સ્ટેડિયામના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને તૈયારીઓ ચાલી રહી છે.

મહત્વની વાત એ છે કે સ્ટેડિયમના ઉદ્ઘાટન બાદ ૨૪ ફેબ્રુઆરીએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ઈન્ટરનેશનલ મેચ રમાવવા જઇ રહી છે જોકે હાલ તેની પણ તૈયારીઓ ચાલી રહી છે. જોકે અમદાવાદનું જ નહીં પરંતુ વિશ્વનું પબ્લિક વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં આ પ્રથમ મેચ જોવા ઉત્સુક થઈ રહ્યાં છે.

મોટેરા સ્ટેડિયમની ડિઝાઇન એમસીજીની ડિઝાઈનર ફર્મ પોપ્યુલીઝ દ્વારા તૈયાર થઈ છે. ગુજરાત ક્રિકેટ સંઘ દ્વારા મોટેરના જુના સ્ટેડિયમની જગ્યાએ સ્ટેડિયમ બનાવા અંદાજીત ૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. જોકે હાલ મોટેરા સ્ટેડિયમની ૯૦% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.