આ ડિજિટલ બિઝનેસની દિવસેને દિવસે વધી રહી છે માગ, દર મહિને થશે લાખોની કમાણી

આ ડિજિટલ બિઝનેસની દિવસેને દિવસે વધી રહી છે માગ, દર મહિને થશે લાખોની કમાણી

જો તમે પૈસાની તંગીના કારણે કોઈ સારો બિઝનેસ શરૂ કરી શકતા નથી, તો અમે તમને એવો બિઝનેસ શરૂ કરવાનો આઈડિયા આપી રહ્યા છીએ જેમા તમે થોડી રકમનું રોકાણ કરીને દર મહિને સરળતાથી મોટી રકમની કમાણી કરી શકો છો. આ બિઝનેસ છે ઓનલાઈન હોર્ડિંગ્સ બિઝનેસ(Online Hoardings Business)નો છે. આ કામ તમે ઘરે બેસીને પણ શરૂ કરી શકો છો. તેના માટે તમારે વધુ જગ્યાની પણ જરૂર રહેતી નથી. તમે આને રૂમમાં પણ શરૂ કરી શકો છો. કોરોના કાળથી ઓનલાઈન બિઝનેસ આઈડિયા ઝડપથી વધી રહ્યા છે, તેથી આ વિકલ્પ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ બિઝનેસમાંથી દર મહિને લાખોની કમાણી થઈ શકે છે.

કેવી રીતે શરૂ કરવો આ બિઝનેસ?
જો તમને ગ્રાફિક્સ, ડિઝાઈનિંગ અને કોમ્પ્યુટરનું સારું જ્ઞાન હોય તો તમે ઘરે બેસીને ડિજિટલ હોર્ડિંગ્સ એટલે કે ઓનલાઈન હોર્ડિંગ્સ બનાવવાનું કામ શરૂ કરી શકો છો. શરૂઆતના સમયમાં તમે ફ્રીલાન્સિંગ.કોમ અથવા અપવર્ક વગેરે જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ઘણી જુદી જુદી સાઇટ્સ પર ઓર્ડર લઈ શકો છો. આ માટે તમારે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ સિવાય તમે ઇચ્છો તો તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર પર ડિજિટલ હોર્ડિંગ્સ બનાવવાની માહિતી આપીને લોકો પાસેથી ઓનલાઇન ઓર્ડર પણ લઇ શકો છો. આ ધંધો ઝડપથી વધી રહ્યો છે. કારણ કે દરરોજ લોકો ઘરેથી જાહેરાત કરવા માંગે છે.

તમને જણાવી દઈએ કે દિલ્હી, મુંબઈ જેવા શહેરોના હાઈપ્રોફાઈલ સ્થળોએ લાંબા સમય સુધી હોર્ડિંગ લગાવવા માટે 10 લાખ રૂપિયા સુધીની રકમ મળી શકે છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે એક મહિનામાં 10 હોર્ડિંગ્સનો પણ ઓર્ડર છે, તો તમે 1 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. તહેવારોની સિઝનમાં ક્યારેક મહિનામાં 10-12 હોર્ડિંગ્સના ઓર્ડર મળે છે. આવી સ્થિતિમાં, તમે આ વ્યવસાય દ્વારા મોટી કમાણી કરી શકો છો.