જો તમે પણ કોરોનાકાળમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય અને સાઈડ ઈન્કમ માટે કામ શોધી રહ્યા છો તો તમારા માટે એક ખુશ ખબર છે. દેશની સૌથી મોટી બેંક SBI તમને કમાણી માટે મોકો આપી રહી છે અને એ પણ ઘરે બેઠા. SBI સાથે મળીને તમે ઘરે બેઠા સરળતાથી 60,000 રૂપિયા કમાઈ શકો છો.
આ રીતે કરો કમાણી
નોંધનિય છે કે, અમે આ પોસ્ટમાં જે બિઝનેસ વિશે તમને વાત કરી રહ્યા છીએ તે છે SBI ATM ફ્રેન્ચાઈઝી, જેના દ્વારા તમે આસાનીથી મહિને હજારો રૂપિયા કમાઈ શકો છો, તમને જણાવી દઈએ કે, સાથે જ એવી ઘણી કંપનીઓ પણ છે જે ATM ઈન્સ્ટોલ કરાવે છે અને બદલામાં તમને સારા પૈસા પણ આપે છે.
ATM ફ્રેન્ચાઇઝ લેવા માટે શું કરવુ પડશે
1. સૌ પ્રથમ, SBI ATMની ફ્રેન્ચાઈઝી લેવા માટે તમારી પાસે 50-80 ચોરસ ફૂટની દુકાન હોવી જોઈએ.
2. બીજી સૌથી મોટી વાત એ છે કે આ જગ્યા SBI બેંકથી ATM વચ્ચે વધુમાં વધુ 100 મીટરનું અંતર હોવુ જોઈએ.
3. આ ઉપરાંત તમારી દુકાને કે રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવો જોઈએ અને તે સ્થાનની વિઝિબિલિટી સારી હોવી જોઈએ.
4. આ જગ્યાએ 24 કલાક વીજળી સપ્લાય હોવો જોઈએ અને 1 કિલોવોટ વીજળીનું કનેક્શન હોવું જોઈએ જેથી AC સારી રીતે ચાલી શકે.
5. એટલુ જ નહીં તે સ્થાન પર દરરોજ 300 ટ્રાન્ઝેક્શન થવા જોઈએ એટલે કે એવો રહેણાંક કે કોમર્શિયલ વિસ્તાર હોવો જોઈએ કે જ્યાં વધુ લોકોની ગતિવિધિ રહેતી હોય.
6. ATMની છત કોંક્રીટની બનેલી હોવી જોઈએ.
7. સોસાયટી કે ઓથોરિટી તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની જરૂર પડશે.
આ રીતે કરો અરજી
જો તમે ફ્રેન્ચાઈઝી લેવા ઈચ્છો છો, તો તમારે કંપનીઓની અધિકૃત વેબસાઈટ પર એટીએમની ફ્રેન્ચાઈઝી માટે ઓનલાઈન અરજી કરવી પડશે, નોંધનિય છે કે, દેશમાં એટીએમને લગાવવાનો કોન્ટ્રાક્ટ ટાટા ઈન્ડિકેશ, મુથૂટ એટીએમ અને ઈન્ડિયા વન એટીએમ પાસે છે . તમે સરળતાથી તેમની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો અને અરજી કરી શકો છો.