સમગ્ર દેશમાં છેલ્લા બે વર્ષથી કોરોના કહેર વર્તાવી રહ્યો છે. એવામાં લોકોની આવકમાં પણ મોટો ઘટાડો થયો છે. ઘણા લોકોની નોકરી જતી રહી છે. પગાર વધ્યો નથી. આ ઉપરાંત બીમારીના કારણે પણ પૈસાની તંગી સર્જાઈ છે. જેના કારણે લોકો પીએમમાંથી પણ પૈસા ઉપાડવા લાગ્યા છે. તેથી શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય બોજ ઘટાડવા માટે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ગયા વર્ષે EPF સભ્યોને તેમના EPF ખાતામાંથી એડવાન્સ ઉપાડવાની મંજૂરી આપી હતી. તમે તમારા મોબાઈલમાંથી ઉમંગ એપ દ્વારા પીએફમાંથી એડવાન્સ પૈસા પણ ઉપાડી શકો છો.
તમે EPFOની ઉમંગ એપ દ્વારા આ રીતે પૈસા ઉપાડી શકો છો
1: UMANG એપમાં લોગિન કરો
2: EPFO પસંદ કરો
3: Employee Centric Services પસંદ કરો
4: Raise Claim વિકલ્પ પસંદ કરો
5: તમારો UAN નંબર દાખલ કરો અને તમારા એકાઉન્ટમાં લૉગિન કરવા માટે વન-ટાઇમ પાસવર્ડ મેળવવા માટે 'ગેટ OTP' પર ક્લિક કરો.
6: OTP દાખલ કરો અને લોગિન પર ક્લિક કરો. આગળ, તમારા બેંક ખાતાના છેલ્લા ચાર અંકો દાખલ કરો અને ડ્રોપ ડાઉન મેનૂમાંથી સભ્ય ID પસંદ કરો. 'Proceed for claim' પર ક્લિક કરો.
7: તમારે તમારું સરનામું દાખલ કરવું પડશે. સાચી માહિતી દાખલ કર્યા પછી, નેક્સ્ટ પર ક્લિક કરો.
8: ચેક ઇમેજ અપલોડ કરો. એકવાર બધી વિગતો અને જરૂરી માહિતી દાખલ થઈ ગયા પછી, તમારો ક્લેમ ફાઈલ કરવામાં આવશે.