khissu

હવે તમારો ચહેરો નહી હોય તો એટીએમ માંથી પૈસા નહીં કાઢી શકો

આજકાલ ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે. દિવસે ને દિવસે વૈજ્ઞાનિકો નવી નવી શોધ કરી રહ્યા છે. ત્યારે લોકોને સારી સુવિધા મળી રહે છે. અને આવીજ સુવિધાઓ આપવા માટે હોવી એટીએમ મશીનમાં તમારા મોઢાને સ્કેન કરીને પૈસા કાઢી શકો છો.


જી હા મિત્રો, ટેકનોલોજીકલ કંપની ઇન્ટેલ દ્વારા એક નવી ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમ લોન્ચ કરી છે જેમાં હવે ગ્રાહકો પોતાનો ચહેરો દેખાડીને પૈસા કાઢી શકે છે. આ ટેકનોલોજી એકદમ સલામત અને સચોટ છે.


ઇન્ટેલે આ ટેકનોલોજી વિકસાવવા માટે એક્ટિવ ડેપ્થ સેન્સર્સનો ઉપયોગ કર્યો છે. આ ટેકનોલોજી ભારત ઉપરાંત બીજા દેશોમાં પણ ઉપલબ્ધ કરાશે. આ સિસ્ટમ ચહેરો, આંખ અને મો ને ઓળખે છે. આ સિસ્ટમ વિકસાવવા પાછળનું કારણ વધતા જતા ફ્રોડ થી સુરક્ષિત કરવાનું છે. આ સિસ્ટમથી ચહેરા વગર કોઈપણ વ્યક્તિ એટીએમ માં પ્રવેશ કરી શકશે નહીં.